Get The App

વડોદરામાં DAP ખાતરના નામે પધરાવી દીધાં કાંકરા, ખેડૂતોએ વિરોધ કરી ગ્રાહક સુરક્ષામાં નોંધાવી ફરિયાદ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
વડોદરામાં DAP ખાતરના નામે પધરાવી દીધાં કાંકરા, ખેડૂતોએ વિરોધ કરી ગ્રાહક સુરક્ષામાં નોંધાવી ફરિયાદ 1 - image


Gujarat News: વડોદરાના શિનોરમાં DAP ખાતરની ગુણોમાંથી કાંકરા નીકળ્યા હતાં. ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાંથી ખાતર ખરીદ્યુ હતું. પરંતુ ખાતરમાંથી 5 કિલો જેટલાં કાંકરા નીકળતાં ખેડૂતો રોષે ભરાયા હતાં. આ મામલે ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝરમાં આ વિશે રજૂઆત કરી મામતલદાર તેમજ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ ફ્લાવર શોની નકલી ટિકિટ: પોલીસે એક આરોપીની કરી ધરપકડ

શું છે સમગ્ર માહિતી? 

વડોદરા જિલ્લાના શિનોરમાં દામનાગર ગામના ખેડૂતોએ સેગવા ચોકડી પાસે આવેલી તપન ફર્ટિલાઇઝરમાંથી DAP ખાતર ખરીદ્યું હતું. જોકે, જ્યારે ખાતરને નાંખવા ખેડૂતે ગુણો ખોલી તો તેમાંથી 5 કિલો જેટલાં કાંકરા અને કપચી નીકળી હતી. બાદમાં ખેડૂતોએ આ વિશે તપન ફર્ટિલાઇઝરમાં રજૂઆત કરી. પરંતુ, ત્યાંથી સંતોષજનક પ્રતિસાદ ન મળતાં ખેડૂતોએ મામલતદાર તેમજ ગ્રાહક સુરક્ષામાં આ વિશે ફરિયાદ કરી હતી. ગ્રાહક સુરક્ષા વિભાગે આ વિશે ખેડૂતોની ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ 'ધોકો ઉપાડો, એકેય માવો થૂંકવાની હિંમત નહીં કરે...' હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ ચર્ચામાં

ખેડૂતોએ લગાવ્યા આરોપ

ખેડૂતોએ તપન ફર્ટિલાઇઝર પર આરોપ લગાવતા કહ્યું કે, અમારી સાથે DAP ખાતરના નામે છેતરપિંડી કરવામાં આવી છે. કારણ કે, અમે પાંચ વર્ષથી ખેતી કરીએ છીએ. DAP ખાતર કાળા રંગનું નથી આવતું તે લાલ અથવા સફેદ રંગનું હોય છે. DAP ખાતરને અમે ખેતરમાં નાંખવા માટે હાથથી મસળીએ તો તે મસળાઈ જતું હતું. પરંતુ, આ જે ખાતર અમને DAP ના નામે પધરાવવામાં આવ્યું છે તે પથરા જેવું છે. તે હથોડા વડે ભાંગવું પડે એવું છે. જેથી ગામના ખેડૂતોએ કાંકરાવાળું ખાતર આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો.


Google NewsGoogle News