વડોદરા કોર્પોરેશન દ્વારા અત્યારથી પ્રી-મોન્સનની કામગીરી શરૂ: વરસાદી કાંસ ઊંડા કરવાની શરૂઆત
Vadodara : વડોદરા શહેરમાં ગત ઓગસ્ટ મહિને આવેલા વિશ્વામિત્રીના પૂરના પ્રકોપથી રાજ્ય સરકાર ચોકી ઉઠ્યા બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો છે ત્યારે વિશ્વામિત્રી નદીને ઊંડી કરવા સહિત સફાઈ કરવાની કામગીરી શરૂ કરાય છે ત્યારે દરજીપુરા ખાતેની પાંજરાપોળથી આજવા ચોકડી હાઇવે સુધીના કાંસ પર રિસેકશનની કામગીરી પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. બુલડોઝરના સહારે કાસની સફાઈ સહિત કાચને ઉંડી કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
એક બાજુ વિશ્વામિત્રી પ્રોજેક્ટનો વિલંબ થશે તો બીજી બાજુ હવે કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસામાં પૂરની પરિસ્થિતિ ખાળવા માટે વરસાદી કાંસ અને વરસાદી ગટરની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં કેટલીક જગ્યાએ વરસાદી ઘાસ પણ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરવાને બદલે હવે દર ત્રણેક મહિના દરમિયાનમાં સફાઈ ઝુંબેશ અને જ્યાં પાણી ભરાતા હોય તેવી જગ્યાઓ પર વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ શરૂ કરવા અંગેની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. જેથી આગામી ચોમાસામાં પૂરની પરિસ્થિતિમાં લોકોને થોડી રાહત રહેશે તેમ માનવામાં આવે છે.