Get The App

ગુજરાત હાઇકોર્ટમાં 23 જજની જગ્યા ખાલી, કેન્દ્ર સરકારે લેખિતમાં સ્વીકાર્યું, આ મુદ્દો સંસદમાં ગુંજ્યો

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Gujarat High Court


Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશોની કુલ 29 જગ્યાઓ ભરેલી છે જ્યારે ઘણો વખત થયો હોવા છતાં ખાલી પડેલી 23 જગ્યાઓ ભરાઈ નથી. રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં આ વાતનો સ્વીકાર કર્યો છે.

હાઇકોર્ટમાં ન્યાયાધીશોની 45 ટકા જગ્યાઓ ખાલી

ગુજરાતમાં કોર્ટ કેસોની સંખ્યા ઘણી વધુ છે. લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પણ ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ પદ માટેની 45 ટકા જગ્યાઓ ખાલી પડી છે. આ ખાલી જગ્યાઓને કારણે ન્યાય મેળવવા ઇચ્છુક લોકો માટે સતત તારીખો પડી રહી છે.

કેન્દ્ર સરકાર કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી રહી છે

રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે આ મામલે જણાવ્યું કે, સુપ્રીમકોર્ટ દ્વારા કોલેજીયમની ભલામણ કરાયા બાદ પણ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરીને કોલેજીયમના નિર્ણયને વિલંબિત કરી રહી છે.

આ પણ વાંચો: 'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ

લોકોને ઝડપથી ન્યાય મળે તે જરુરી

ન્યાય મેળવવા ઇચ્છુક લોકોને ઝડપથી ન્યાય મળે તે જરુરી છે ત્યારે ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યા ભરાવી જોઈએ. ખાલી જગ્યાને કારણે નિયુક્ત ન્યાયાધીશો ઉપર કામકાજનું ભારણ વધ્યું છે સાથે સાથે ન્યાય મેળવનારાઓને સહન કરવાનો વારો આવ્યો છે. ન્યાયાધીશોની ખાલી પડેલી જગ્યા એ ભાજપ સરકારના ગેરવહીવટનું એક ઉદાહરણ છે. 

ગુજરાત હાઇકોર્ટમાં 23 જજની જગ્યા ખાલી, કેન્દ્ર સરકારે લેખિતમાં સ્વીકાર્યું, આ મુદ્દો સંસદમાં ગુંજ્યો 2 - image


Google NewsGoogle News