Get The App

અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી

Updated: Mar 20th, 2025


Google News
Google News
Staff Vacancy In Hospital


Staff Vacancy In Ahmedabad Hospital: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક બાજુ રાજ્યમાં મેડિકલ ફેસિલિટી વધવા સાથે મેડિકલ કોલેજો-બેઠકો વધવાની વાહવાહી લૂંટે છે. પરંતુ બીજી બાજુ અમદાવાદ જિલ્લામાં શહેરી અને ગ્રામિણ હેલ્થ સેન્ટરોથી માંડી સબ ડિસ્ટ્રીકટ અને ડિસ્ટ્રિકટ હોસ્પિટલોમાં ડોક્ટોરથી માંડી વિવિધ સ્ટાફની કુલ મળીને 1487 જગ્યાઓ ખાલી છે. ઘણી જગ્યાઓ વર્ષોથી ખાલી છે. જ્યારે આરોગ્ય કેન્દ્રોમાં ફીમેલ હેલ્થ સુપરવાઈઝરની  મંજૂર થયેલી તમામ 101 જગ્યા ખાલી છે. તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝરની પણ તમામ 101 જગ્યાઓ ખાલી છે.

ઘણી જગ્યાઓ વર્ષોથી ખાલી

ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રમાં પ્રશ્નોતરીમાં સરકારે અમદાવાદ શહેર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં સંવર્ગવાર મંજૂર મહેકમ સામે ભરાયેલી અને ખાલી જગ્યાઓની માહિતી રજૂ કરી હતી. જેમાં અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં કુલ 52 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે અને જેમાં તબીબી અધિકારીથી માંડી સ્ટાફ નર્સ સહિતના વિવિધ સ્ટાફની કુલ 8 પોસ્ટમાં 357 જગ્યા સામે 82 જગ્યા ખાલી છે.

આ પણ વાંચો: '6 મહિનામાં પેટ્રોલ ગાડીઓ જેટલી કિંમતે વેચાશે ઈલેક્ટ્રિક વ્હિકલ...' નીતિન ગડકરીની મોટી જાહેરાત


જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના કુલ 85 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં જુદી જુદી 8 કેટેગરીની પોસ્ટમાં 2404  જગ્યામાંથી 716 જગ્યા ખાલી છે. જેમાં વર્ગ-2 તબીબી અધિકારીની 7 જગ્યા ખાલી છે. 

અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી 2 - image

કોર્પોરેશન હેઠળના 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં 10 પોસ્ટમાં વિવિધ બ્રાંચના ડોક્ટરોથી માંડી સ્ટાફ સહિતની 459 જગ્યામાંથી 117 જગ્યા ખાલી છે. વધુમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોમાં અધિક્ષકનીની 1 આરએમઓની 1 તથા તબીબી અધિકારીની 8 અને સ્ટાફનર્સની 65 સહિત કુલ 60 પોસ્ટમાં 459 જગ્યામાંથી 263 જગ્યા ખાલી છે. અમદાવાદ જિલ્લાની ડિસ્ટ્રિકટ હોસ્પિટલોમાં કુલ 59 પોસ્ટમાં 324 જગ્યામાંથી 162 એટલે કે 50 ટકા જગ્યા ખાલી છે. મહત્ત્વનું છે કે અનેક જગ્યાઓ તો બે વર્ષથી લઈને પાંચ વર્ષથી ખાલી પડી છે. આમ આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલોમાં મંજૂર મહેકમ સામે 34 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે.

અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી 3 - image


Tags :
Staff-VacancyHospital

Google News
Google News