૩૧ ડીસેમ્બર-૨૩ સુધીમાં અમદાવાદમાં ૩૧૩ કરોડના ખર્ચે ૮૫ રોડના કામ પુરા કરાશે
૪૦ કરોડના ખર્ચે વિવિધ વોર્ડ વિસ્તારમાં ૮ વ્હાઈટ ટોપીંગ રોડના કામ કરાશે
અમદાવાદ,ગુરુવાર,14 ડીસેમ્બર,2023
૩૧ ડીસેમ્બર-૨૦૨૩ સુધીમાં અમદાવાદમાં રુપિયા ૩૧૩.૩૬ કરોડના
ખર્ચથી ૮૫ રોડના કામ પુરા કરાશે.આ પૈકી વિવિધ વોર્ડ વિસ્તારમાં રુપિયા ૪૦.૨૦
કરોડના ખર્ચથી આઠ વ્હાઈટ ટોપીંગરોડના કામ કરવા ઝોન તથા રોડ પ્રોજેકટ વિભાગને તાકીદ
કરાઈ છે.
શહેરના પૂર્વઝોનના વિસ્તારમાં રુપિયા ૫.૩ કરોડના ખર્ચથી
ત્રણ રોડના કામ પુરા કરાશે.દક્ષિણઝોનના વિવિધ વોર્ડમાં રુપિયા ૧૨.૨૭ કરોડના ખર્ચથી
૧૦ રોડના, ઉત્તરઝોનમાં
રુપિયા રુપિયા ૧૨.૩૫ કરોડના ખર્ચથી ૧૨ રોડના,
પશ્ચિમઝોનમાં રુપિયા ૨૧.૪૮ કરોડના ખર્ચથી ૧૫ રોડના કામ ૩૧ ડીસેમ્બર-૨૦૨૩
સુધીમાં પુરા કરાશે.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં રુપિયા ૨૩.૨૪ કરોડના ખર્ચથી ૧૦ રોડના,દક્ષિણ-પશ્ચિમઝોનમાં
રુપિયા ૩.૬૪ કરોડના ખર્ચથી પાંચ રોડના,
મધ્યઝોનમાં રુપિયા ૭.૨ કરોડના ખર્ચથી પાંચ રોડના ઉપરાંત રોડ પ્રોજેકટ વિભાગ
દ્વારા રુપિયા ૧૮૮.૧૩ કરોડના ખર્ચે ૧૭ રોડના કામ પુરા કરવા અંગે કામગીરી કરાઈ રહી
છે.