Get The App

ગુજરાતના 26 ઉમેવાર UPSC ફાઈનલમાં ઝળક્યાં, પ્રથમ વખત ટોપ 100માં 4, જુઓ સંપૂર્ણ યાદી

Updated: Apr 17th, 2024


Google NewsGoogle News
ગુજરાતના 26 ઉમેવાર UPSC ફાઈનલમાં ઝળક્યાં, પ્રથમ વખત ટોપ 100માં 4, જુઓ સંપૂર્ણ યાદી 1 - image


UPSC CSE Result 2023 declared: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા મંગળવારે આઈએએસ,આઈપીએસ અને આઈએફએસ સહિતની 1100થી વધુ પોસ્ટ માટેની 2023ની સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનનું ફાઈનલ પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં સ્પીપાના તેમજ અન્ય કોચિંગ ઈન્સ્ટિટયુટના મળીને અંદાજે રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા 26 ઉમેદવારો ગુજરાતમાંથી યુપીએસસી ફાઈનલમાં સિલેક્ટ થયા છે.

ગત વર્ષે 16 ઉમેદવાર સિલેક્ટ થયા હતા

ક્વોલિફાઈ ઉમેદવારોની મળેલી માહિતી મુજબ હાલ 26 ઉમેદવારો ગુજરાતમાંથી છે અને જેમાં 20 યુવકો છે અને યુવતીઓછે. આ વર્ષે ગુજરાતમાંથી સિવિલ સર્વિસીસ માટે સિલેક્ટ થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે 16 ઉમેદવાર સિલેક્ટ થયા હતા. ગુજરાતમાંથી આ વર્ષે સ્પીપા અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટમાંથી તાલીમ મેળવનારા અંદાજે 26 જેટલા ઉમેદવારોએ યુપીએસસી ફાઈનલ પરીક્ષા પાસ કરીને સિવિલ સર્વિસીઝ માટે સિલેક્ટ થયા છે. આ વર્ષે પણ પ્રથમવાર દેશના ટોપ 100 રેન્કમાં ગુજરાતના ચાર ઉમેદવારો છે. જેમાં 31,43,62 અને 80મો રેન્ક ગુજરાતમાંથી છે. 

પાસ થનારા ઉમેદવારોમાં સૌથી વધુ સોશિયોલોજી વિષયના

2023ની પરીક્ષા પ્રક્રિયામાં સ્પીપાના 219 ઉમેદવારો પ્રિલિમ પરીક્ષામાં પાસ થયા હતા અને જેમાંથી 60 ઉમેદવારો મેઈન પરીક્ષા પાસ થયા હતા. જેઓએ પર્સનાલિટી ટેસ્ટ આપી હતી અને આ 60 ઉમેદવારોમાંથી 25 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ છે. જ્યારે અમદાવાદની એક યુવતી ગરીમા મુંદ્રા સેલ્ફ સ્ટડી દ્વારા દેશના ટોપ 100 રેન્જમાં આવી છે અને 80મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે ગુજરાતના 26 સિલેક્ટેડ ઉમેદવારોમાં 6 યુવતીઓ અને 20 યુવકો છે. આ વર્ષે પાસ થનારા ઉમેદવારોમાં સૌથી વધુ સોશિયોલોજી વિષય ધરાવતા છે.

ચાર ઉમેદવારે રેન્ક વધારવા ફરી પરીક્ષા આપી

સ્પીપાના જે 25 ઉમેદવારો યુપીએસસી ફાઈનલમાં ક્વોલિફાઈ થયા છે તેમાં ચાર ઉમેદવારો ગત વર્ષે પણ ક્વોલિફાઈ થયા હતા. ચાર ઉમેદવારે ફરી પરીક્ષા આપી અને ત્રણ ઉમેદવારોને રેન્ક ઉપર ગયો છે પરંતુ એક ઉમેદવારનો રેન્ક ગત વર્ષે જે હતો તેના કરતા પણ ઘટી ગયો છે. ગત વર્ષે 145મો રેન્ક મેળવનાર અતુલ ત્યાગીએ આ વર્ષે 62મો, ગત વર્ષે 394મો રેન્ક મેળવનાર વિષ્ણુ શશિકુમારે આ વર્ષે 31મો રેન્ક મેળવી દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યુ છે. જ્યારે ચંદ્રેશ સાંખલાએ ગત વર્ષે 414મો રેન્ક મેળવ્યો હતો અને આ વર્ષે 392મો રેન્ક મેળવ્યો છે. પરંતુ કેયુર પારગીને જ્યાં ગત વર્ષે 867મો રેન્ક હતો ત્યારે આ વર્ષે ઘટીને 936મો રેન્ક થયો છે.

ગુજરાતના 26 ઉમેવાર UPSC ફાઈનલમાં ઝળક્યાં, પ્રથમ વખત ટોપ 100માં 4, જુઓ સંપૂર્ણ યાદી 2 - image

ગુજરાતના 26 ઉમેવાર UPSC ફાઈનલમાં ઝળક્યાં, પ્રથમ વખત ટોપ 100માં 4, જુઓ સંપૂર્ણ યાદી 3 - image


Google NewsGoogle News