Get The App

વાલીઓ માટે મોટા સમાચાર: ધો.10-12ની બે બોર્ડ પરીક્ષાને લીધે પરીક્ષા ફીમાં પાંચ ટકા સુધીનો વધારો

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
વાલીઓ માટે મોટા સમાચાર: ધો.10-12ની બે બોર્ડ પરીક્ષાને લીધે પરીક્ષા ફીમાં પાંચ ટકા સુધીનો વધારો 1 - image


Gujarat Education Board: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી એટલે કે આગામી 2025ની બોર્ડ પરીક્ષાથી ધો.12 સાયન્સ સાથે ધો.10 અને 12 સામાન્ય પ્રવાહની પણ બે વાર બોર્ડ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. ત્યારે બે વાર બોર્ડ પરીક્ષા-તમામ વિષયોની પુરક પરીક્ષાને પગલે બોર્ડ દ્વારા પરીક્ષામાં પાંચ ટકાનો વધારો કરવામાંં આવ્યો છે. નિયમિત,રિપીટર,પૃથ્થક અને ઓપન સ્કૂલિંગ હેઠળ પરીક્ષા આપતા તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે.

હવે ધો.10માં 405, ધો.12 સાયન્સમાં 695 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 565 રૂપિયા પરીક્ષા ફી

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એકવાર બોર્ડ પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જો કે આ વર્ષે પાંચ ટકા વધારો કરવામાં આવ્યો છે. બોર્ડે બે વાર પરીક્ષા લેવાનું એટલે કે ફેબ્રુઆરી-માર્ચની પરીક્ષા બાદ જુનની પુરક પરીક્ષામાં તમામ વિષયોમાં પરીક્ષા લેવાનું નક્કી કર્યુ છે જેથી હવે બોર્ડને પરીક્ષા ખર્ચ અને મહેનત વધશે .જેને પગલે બોર્ડે ફી વધારો કરી દીધો છે.

ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં નિયમિત, રીપીટર,પૃથ્થક અને ઓપન સ્કૂલિંગના મળીને 17 લાખથી વઘુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે ત્યારે દરેક કેટેગરીની ફીમાં પાંચ ટકા સુધીનો ફી વધારો કરતા બોર્ડની બે પરીક્ષા સાથે બે વાર ફીની પણ આવક થશે. જો કે નિયમિત સિવાયની પૃથ્થક કેટગેરીમાં પાંચ ટકાથી પણ ઓછો ફી વધારો કરાયો છે.બોર્ડે જાહેર કરેલુ આ નવું ફી માળખુ આ  જ વર્ષથી લાગુ થશે અને હવે ટૂંક સમયમાં આ નવી ફી પ્રમાણે ધો.10 અને 12માં પરીક્ષા ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થશે.

વાલીઓ માટે મોટા સમાચાર: ધો.10-12ની બે બોર્ડ પરીક્ષાને લીધે પરીક્ષા ફીમાં પાંચ ટકા સુધીનો વધારો 2 - image


Google NewsGoogle News