Get The App

ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર, સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

Updated: Jan 29th, 2025


Google News
Google News
ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર, સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી 1 - image


Weather News : રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 02-03 ફેબ્રુઆરીએ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા. જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે.

7 જિલ્લામાં માવઠાની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં રાજ્યમાં વહેલી સવારે અને રાત્રીના સમય ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. જ્યારે રાજ્યમાં સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 02-03 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને કુલ 7 જિલ્લામાં માવઠું પડવાની આગાહી છે.  

આ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 02 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 03 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે. 

આ પણ વાંચો: પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ત્રીજા વર્ષે મળ્યુ પ્રથમ સ્થાન, 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં હેટ્રિક સર્જી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.1 ડિગ્રી, ગાંધીનગરમાં 12.2 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 16.7 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું.

Tags :
GujaratWeatherRains-ForecastIMD-Ahmedabad

Google News
Google News