ગુજરાતમાં શિયાળાની શરુઆતમાં જ આવશે માવઠું! જાણો કયા દિવસોમાં છે વરસાદની આગાહી
Gujarat Weather: દેશના લગભગ તમામ રાજ્યોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. દેશના અનેક રાજ્યોમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદની પણ આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 10મી નવેમ્બરથી 14મી નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાઈ શકે છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે. આ કારણસર 22મી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે.
રાજ્યમાં માવઠું થઈ શકે છે!
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં 19મીથી 22મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું સર્જાઈ શકે છે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે કેટલાક વિસ્તારોમાં માવઠું લાવી શકે છે. ખાસ કરીને સાતમીથી 14મી નવેમ્બર અને 19મીથી 22મી નવેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થઈ શકે છે. તો ડિસેમ્બર મહિનામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી ઑક્ટોબર પસાર થાય ત્યાં સુધીમાં દેશના મોટાભાગના રાજ્યોમાં ઠંડીની શરુઆત થઈ જાય છે. પરંતુ આ વખતે આખો ઑક્ટોબર પૂરો થઈ ગયો છે અને નવેમ્બર શરુ થઈ ગયો હોવા છતાં ઠંડી જામી નથી. ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. પંજાબ અને હરિયાણામાં 15 નવેમ્બરથી હળવી ઠંડી શરુ થઈ શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મીથી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, આ વર્ષે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે.
આ પણ વાંચો: તહેવાર ટાણે જ માતમ છવાયો: માંડવીના દરિયામાં નહાવા પડેલા પિતા-પુત્રના મોત