ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં પડશે માવઠું

આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે

આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં પડશે માવઠું 1 - image


unseasonal rain may fall in state : સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં હજુ પાંચ દિવસ વાદળછાયા વાતાવરણ અને હળવા કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.

આ વિસ્તારમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું થવાની શક્યતા રહેશે. આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અુનાસાર  અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા, છોટા ઉદેપુર તેમજ સુરત-ભરૂચ-તાપી-નર્મદામાં હળવો વરસાદ પડી શકે છે. 

પાંચ દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે જોકે, પાંચ દિવસ બાદ રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. આ ઉપરાંત આગામી 2-3 દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી સુધી ઘટતાં ઠંડીમાં આંશિક વધારો અનુભવાશે. આ પછીના 4-5 દિવસ લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. અમદાવાદમાં 19.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો વધારો જ્યારે આજે 27.5 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગત રાત્રિએ નલિયામાં 14.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી, જાણો કયા કયા વિસ્તારમાં પડશે માવઠું 2 - image


Google NewsGoogle News