રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

રાજ્યમાં શિયાળામાં ચોમાસુ બેઠુ હોય તેવો માહોલ છવાયો

કમોસમી વરસાદથી રવીપાકને મોટુ નુકસાન થયું

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો 1 - image


unseasonal rain forecast : રાજ્યમાં શિયાળામાં ચોમાસુ બેઠુ હોય તેવો માહોલ છવાયો છે અને અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે હવે ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી થતા ખેડૂતોની ચિંતા વધારી છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં છૂટાછળાયો તેમજ હળવા વરસાદની આગાહી કરી છે. 

આ જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવતા શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને અનેક જગ્યાએ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. હવે હવામાન વિભાગે ગઈકાલે કરેલી આગાહી મુજબ રાજ્યમાં  કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે જેના પગલે ફરી  એકવાર જગતના તાતની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર, તાપી, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતા છે.

માવઠાએ ખેતીને વ્યાપકપણે નુકશાન પહોંચાડ્યુ

આ પહેલા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મિની વાવાઝોડા, વીજળીના કડાકા સાથે વરસાદ પડયો હતો જેમાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં કરા પડયા હતા. આ ઉપરાંત વીજળી પડતાં રાજ્યભરમાંથી 16થી વધુ વ્યક્તિના અને 50થી વધુ પશુના મૃત્યુ થયા હતા. રાજ્યમાં પડેલા માવઠાએ ખેતીને વ્યાપકપણે નુકશાન પહોંચાડયુ છે. ખાસ કરીને જીરૂ, વરિયાળી, રાયડો, ઘઉઁ, ધાણાં અને લીલા શાકભાજી સહિતના અન્ય પાકોને નુકશાન થયુ છે જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના પગલે રવીપાકને મોટુ નુકસાન થયું છે.

રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો 2 - image


Google NewsGoogle News