Get The App

માથાભારે વ્યંડળોએ અન્ય વ્યંડળોને જાતી આધારિત રોષ રાખીને ધમકી આપી

જુના વાડજમાં ચાંપાનેર સોસાયટીમાં વ્યડંળો દ્વારા તોડફોડ કરવાનો મામલો

ડરી ગયેલા બે વ્યડળોએ વિડીયો વાયરલ કરીને પોલીસ અને તંત્ર પાસે મદદ માંગી

Updated: Feb 4th, 2025

GS TEAM


Google News
Google News
માથાભારે વ્યંડળોએ અન્ય વ્યંડળોને જાતી આધારિત રોષ રાખીને ધમકી આપી 1 - image

અમદાવાદ, મંગળવાર

શહેરના જુના વાડજમાં આવેલી ચાંપાનેર સોસાયટીમાં રહેતી શીવાની વ્યાસના ઘરે બે વ્યંડળો રહે છે. આ  વ્યંડળોને ચોક્કસ જુથના વ્યંડળો દ્વારા પરેશાન કરવામાં આવતા હતા. જેની અદાવતમાં થોડા દિવસ પહેલા  કામીની દે,  જીયા દે, સોનમ દે સહિતના માથાભારે વ્યંડળોએ ઘરમાં ઘુસીને હુમલો કર્યો હતો.  જેમાં ઘરમાં ભારે તોડફોડ કરીને ભયનો માહોલ સર્જાયો હતો. વાડજ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આરોપી વ્યંડળોએ પોલીસ સ્ટેશનમાંથી છુટીને નારોલ વિસ્તારમાં અન્ય વ્યંડળોને ધમકી આપી હતી. ત્યારબાદ શીવાની વ્યાસને ત્યાં રહેતા બે વ્યંડળોને પણ જોઇ લેવાની ધમકી આપી હતી.

માથાભારે વ્યંડળોએ અન્ય વ્યંડળોને જાતી આધારિત રોષ રાખીને ધમકી આપી 2 - imageજેના કારણે હાલ બંને ઘરની બહાર આવતા ડરે છે.  જેથી તેમણે વિડીયો વાયરલ કરીને તેમને મળતી ધમકી અંગે રજૂઆત કરી છે.  જેમાં ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે ભોગ બનનાર વ્યંડળો પૈકી એક વ્યડંળ અન્ય કાસ્ટ નો છે. જેથી જાતીગત અદાવત રાખીને માથાભારે વ્યંડળો તેને તેમના જુથથી વિમુખ કરીને ધમકી આપી રહ્યા છે. ત્યારે અગાઉના કેસની ફરિયાદી શિવાની વ્યાસે પણ આશંકા વ્યક્ત કરી છે કે તેમના ઘર પર માથાભારે વ્યંડળો ફરીથી હુમલો કરી શકે છે.


Tags :