સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત, રિવરફ્રન્ટ ખાતેના બે પ્લોટનું વેચાણ કરી ડેવલપમેન્ટ કરવા તંત્રની કવાયત શરુ

હાલ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધીની કામગીરીને અગ્રતા અપાઈ

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News

      સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત, રિવરફ્રન્ટ ખાતેના બે પ્લોટનું વેચાણ કરી ડેવલપમેન્ટ કરવા તંત્રની કવાયત શરુ 1 - image 

 અમદાવાદ,સોમવાર,1 જાન્યુ,2024

અમદાવાદ મ્યુનિ.ના મહત્વકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત રિવરફ્રન્ટ ખાતે આવેલા એન.આઈ.ડી.પાસેના તેમજ વલ્લભસદન પાસેના બે પ્લોટનું વેચાણ કરી ડેવલપમેન્ટ કરવા મ્યુનિ.તંત્રે કવાયત શરુ કરી છે.આગામી દિવસોમાં પશ્ચિમકાંઠે સુભાષબ્રિજ રેલવેઓવરબ્રિજથી ગાંધીનગર સુધીના પ્રોજેકટની કામગીરી કરાશે.હાલ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધીની કામગીરીને અગ્રતા આપવામાં આવી છે.

 સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના વલલ્ભસદન અને એન.આઈ.ડી.પાછળના પ્લોટનું વેચાણ કરાશે.એક પ્લોટમાં કોમર્શિયલ તથા એક પ્લોટમાં મીક્ષ ડેવલપમેન્ટ અમલમાં મુકાય એવી સંભાવના છે. આ બંને પ્લોટમાં સાતની એફ.એસ.આઈ.મળશે.તેનાથી ગગનચુંબી ઈમારતનું નિર્માણ થઈ શકશે.એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને ડેવલપ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે.રોડ પહોળો કરવા ૨૦૦ જેટલી મિલકત કપાતમાં લેવામાં આવી છે.સરણીયાવાસના મકાનો કપાતમાં આવી જતા તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરુપે ગરીબ આવાસ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.મ્યુનિ.કમિશનરે એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધીના રોડને ડેવલપ કરવાની મોટાભાગની કામગીરી વાઈબ્રન્ટ સમિટ શરુ થતા પહેલા પુરી થઈ જવાની  આશા વ્યકત કરી છે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટને લઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને પત્રકારો સાથે અનઔપચારીક વાતચીતમાં જણાવ્યુ હતુ કે,રિવરફ્રન્ટ ઉપર પૂર્વકાંઠા તરફ અન્ય કોઈ સમસ્યા નહીં હોવાથી રિવરફ્રન્ટની કામગીરી સરળતાથી ચાલી રહી છે.હાલમાં ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધીના રોડ સહિતની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.પશ્ચિમમાં વાસણાથી વાડજ સુધીનો પ્રોજેકટ કાર્યરત થઈ ગયો છે.પરંતુ આગળ ગાંધીઆશ્રમ હોવાના કારણે રોડ આગળ લઈ જઈ શકાશે નહીં.પરંતુ આગળ સુભાષબ્રિજથી રેલવેઓવરબ્રિજ સુધીનો રોડ તૈયાર કરી દેવામાં આવ્યો છે.સુભાષબ્રિજથી કેશવનગર થઈ એમાં પ્રવેશ મેળવી શકાય છે.જો કે રેલવેઓવરબ્રિજથી ટોરેન્ટ પાવર થઈ ગાંધીનગર સુધી રિવરફ્રન્ટ પ્રોજેકટની કામગીરી આગામી દિવસોમાં શરુ કરી દેવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટના અમલીકરણથી પ્રાપ્ત થયેલી જમીનમાં પ્લોટીંગની કામગીરી અને તેના વેચાણ માટે આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી પહોંચવામાં મ્યુનિ.તંત્રને સફળતા મળી છે.ઈન્ટરનેશનલ લેવલના ખરીદદારો પ્લોટની તપાસ પણ કરી ગયા છે.પ્લોટના વેચાણ માટે ડીસ્પોઝેબલ પોલીસી અને  માસ્ટર પ્લાન તૈયાર કરી રાજય સરકારની મંજુરી માટે મોકલવામાં આવશે.

જાન્યુઆરીના અંતમાં મ્યુનિ. ડ્રાફટ બજેટ રજુ કરાશે

વર્ષ-૨૦૨૪-૨૫ માટેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટની તૈયારીઓ શરુ કરવામાં આવી છે.મ્યુનિ.કમિશનર જાન્યુઆરીના અંતમાં ડ્રાફટ બજેટ રજુ કરી સ્ટેન્ડિંગ કમિટિની મંજુરી માટે મુકશે.આ વર્ષના મ્યુનિ.કમિશનર તરફથી રજુ કરવામા આવનારા ડ્રાફટ બજેટમાં શહેરીજનો માટે કંઈક નવીનતા હશે એવો આડકતરો સંકેત મ્યુનિ.કમિશનરે આપ્યો હતો.


Google NewsGoogle News