Get The App

હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય

મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં હીટ રીલેટેડ કેસના દર્દીઓને સારવાર અપાશે

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News

   હીટ એકશન પ્લાન અંતર્ગત અમદાવાદના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય 1 - image  

  અમદાવાદ,મંગળવાર,8 એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિ.ના હીટ એકશન પ્લાન અંતર્ગત શહેરના ૭૦ ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય કરાયો છે. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલોમાં હીટ રીલેટેડ કેસના દર્દીઓને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા કરાઈ છે.

શહેરના મહત્તમ તાપમાનમાં વધારો થતા મ્યુનિ.ના હીટ એકશન પ્લાન સંદર્ભમાં મેયરની અધ્યક્ષતામાં વિવિધ સ્વૈચ્છીક સંસ્થા,એસોશિએશનની બેઠક મળી હતી.ં અમદાવાદ મ્યુનિ.તરફથી તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એ.એમ.ટી.એસ તથા બી.આર.ટી.એસ બસ સ્ટોપ ખાતે પીવાના પાણી, ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરાઈ છે.મ્યુનિ.શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. શહેરના ૭૦ જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી બંધ રાખવા અંગે નિર્ણય કરાયો છે.બપોરના સમયે ગરમીનુ પ્રમાણ વધુ હોવાથી સરળતાથી વાહન ચાલકો અવરજવર કરી શકે એ માટે ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે.શહેરના વિવિધ વિસ્તારોમાં ૬૦૦ જેટલી પીવાના પાણીની પરબ શરુ કરવામાં આવી છે.

Tags :