Get The App

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટીટેકસની એક દિવસમાં ૪૫ કરોડથી વધુ ની આવક

પાંચ લાખથી વધુ કરદાતા પૈકી ત્રણ લાખથી વધુ લોકોએ ઓનલાઈન ટેકસ ભરપાઈ કર્યો

Updated: May 31st, 2024


Google NewsGoogle News

     એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટીટેકસની એક દિવસમાં ૪૫ કરોડથી વધુ ની આવક 1 - image

  અમદાવાદ,શુક્રવાર,31 મે,2024

નવ એપ્રિલથી અમદાવાદ મ્યુનિ.દ્વારા એડવાન્સ ટેકસ ભરવા ઉપર રીબેટ સ્કીમ અમલમા મુકી હતી. આ સ્કીમના અંતિમ દિવસે એક જ દિવસમાં મ્યુનિસિપલ તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૪૫ કરોડથી વધુની આવક થઈ હતી.કુલ ૫.૯૩ લાખથી વધુ કરદાતાઓએ પ્રોપર્ટી ટેકસ ભર્યો હતો.આ પૈકી ૩.૬૯ લાખથી વધુ લોકોએ ઓનલાઈન ટેકસ ભરપાઈ કર્યો હતો.આ સ્કીમ અંતર્ગત કરદાતાઓને રુપિયા ૭૯.૮૭ કરોડ જેટલુ રીબેટ આપવામાં આવ્યુ હતુ.અંદાજિત ૬૨ ટકા કરદાતાઓએ તેમનો પ્રોપર્ટી ટેકસ ઓનલાઈન ભર્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેકસ ભરપાઈ કરનારા કરદાતાઓ માટે ૧૨થી લઈ ૧૫ ટકા સુધીનુ રીબેટ આપવાની જાહેરાત કરવામા આવી હતી.સતત ત્રણ વર્ષથી ઓનલાઈન પ્રોપર્ટી ટેકસ ભરતા કરદાતાઓને પંદર ટકા સુધીનુ ડીસ્કાઉન્ટ આપવામા આવ્યુ હતુ. વર્ષ-૨૦૨૩માં  ૧ એપ્રિલથી ૩૧ મે સુધીમાં પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૬૮૮.૯૫ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૪માં ૧ એપ્રિલથી ૩૧ મે  સાંજે ૭ કલાક સુધીમાં પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા ૭૭૭.૭૧ કરોડ આવક થવા પામી હતી.વર્ષ-૨૦૨૩માં ૧ એપ્રિલથી ૩૧ મે સુધીમાં પ્રોફેશનલ ટેકસની રુપિયા ૩૫.૫૩ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૪માં આ જ સમય દરમિયાન પ્રોફેશનલ ટેકસ પેટે રુપિયા ૪૧.૫૫ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૩માં ૧ એપ્રિલથી ૩૧ મે સુધીમાં વ્હીકલ ટેકસ પેટે રુપિયા ૩૨.૪૦ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૪માં ૧ એપ્રિલથી ૩૧ મે સાંજ સુધીમાં રુપિયા ૩૪.૪૦ કરોડ આવક થઈ હતી.વર્ષ-૨૦૨૩માં ૧ એપ્રિલથી ૩૧ મે સુધીમાં તમામ ટેકસ પેટે મ્યુનિ.તંત્રને રુપિયા ૭૫૬.૮૭ કરોડ આવક થઈ હતી.જેની તુલનામાં વર્ષ-૨૦૨૪માં ૧ એપ્રિલથી ૩૧ મે સુધીમાં તમામ ટેકસ પેટે રુપિયા ૮૫૩.૬૬ કરોડ આવક થઈ હતી.પ્રોપર્ટી ટેકસની આવક રાત્રે બાર કલાક સુધીમાં ૭૮૫ કરોડ જેટલી થવાની શકયતા છે.

ઝોન મુજબ પ્રોપર્ટી ટેકસની કયાં-કેટલા કરોડની આવક?

ઝોન    ૧ એપ્રિલથી ૩૧મે-૨૩  ૧ એપ્રિલથી ૩૧મે-૨૪

મધ્ય   ૧૦૮.૧૪               ૧૧૭.૧૧

ઉત્તર   ૫૪.૮૫               ૫૯.૯૭

દક્ષિણ  ૫૪.૬૧              ૫૮.૭૨

પૂર્વ    ૫૩.૮૭              ૬૬.૨૯

પશ્ચિમ  ૧૮૮.૩૦           ૨૦૭.૬૫

ઉ.પ.   ૧૩૪.૫૦          ૧૬૦.૯૪

દ.પ.   ૯૪.૬૭          ૧૦૭.૦૧



Google NewsGoogle News