રીલ્સ બનાવવા થાર લઇને મુન્દ્રાના દરિયામાં ઉતારી થાર, વીડિયો વાયરલ થતાં પોલીસે લીધી એક્શન
To Make Reels, Thar Is Lowered Into The Sea: સોશિયલ મીડિયા પર રીલ બનાવવા માટે લોકો કઈ પણ હદ સુધી જતા હોય છે. પોતાનું જીવન જોખમમાં મુકીને ખતરનાક સ્ટંટ કરતા હોય છે. એવો જ કિસ્સો કચ્છના મુન્દ્રામાં સામે આવ્યો છે. રીલ બનાવવા માટે યુવકો થાર લઈને દરિયા તરફ ગયા. થોડી જ વારમાં તેમની થાર ડૂબવા લાગી. તેમણે થારને દરિયામાંથી બહાર કાઢવાની ઘણી કોશિશ કરી. પરતું તેઓ નિષ્ફળ રહ્યા. સ્થાનિક લોકોએ બંને યુવકોના જીવ બચાવ્યા અને તેમના વાહનોને બહાર કાઢવામાં મદદ કરી હતી.
રીલ બનાવી ભારે પડી ગઈ
ગુજરાતના કચ્છના મુન્દ્રામાં બે યુવકો તેમની મહિન્દ્રા એસયુવી થાર કારને દરિયામાં લઈ ગયા હતા. તેનો વીડિયો સમગ્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો હતો. જેમાં કાર ઊંડા પાણીમાં ફસાયેલી જોવા મળી રહી છે. બંને યુવાનો તેને બહાર કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં આ બંને યુવાનો ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા ત્યાં ગયા હતા.
રેતીમાં ફસાવવાથી મુશ્કેલી વધી
આ સમગ્ર ઘટના ગયા અઠવાડિયે મુંદ્રા નજીક ભદ્રેશ્વરમાં બની હતી. બંને યુવકો થાર કારને ઊંડા પાણીમાં લઇ જઈને તેને બહાર કાઢવાનો વીડિયો બનાવી રહ્યા હતા. એક થાર લાલ અને બીજી સફેદ કલરની છે. બંને કારના વ્હીલ પાણીમાં ડૂબી ગયા હતા. બંને વાહનોની અંદર પણ પાણી ઘૂસી ગયા હતા. યુવકોએ કારને બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. વાસ્તવમાં બંને કારના પૈડા દરિયાની રેતીમાં ફસાઈ ગયા હતા. જેમાંથી એક કારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. અંતે સ્થાનિક લોકોની મદદથી ટ્રેકટર વડે બંને કારને બહાર કાઢવામાં આવી હતી..
કાર છોડીને ભાગ્યા બંને યુવાનો
આ ઘટના બાદ બંને યુવાનો પોતાની કાર છોડી ભાગી ગયા હતા. પોલીસ બંને યુવકોની શોધખોળ કરી રહી છે. મુન્દ્રા મરીન પોલીસ દ્વારા બંને યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બંને કારના માલિક વિરુધ્ધ ઈપીકો કલમ 279, 114 તથા મોટર વેહિકલ એક્ટની કલમ 177, 184 હેઠળ ગુનો દાખલ કરાયો. અને બંને કાર ડિટેઈન કરાયી હતી.