નવસારીમાં બે શ્રમિકો દટાયા: ખાળ કૂવાના નિર્માણ દરમિયાન માટી ધસી, રેસ્ક્યૂ બાદ બંને સારવાર હેઠળ
Navsari News : નવસારીના ઈટાળવામાં ખાળ કૂવાની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાય હતી. જેમાં ખાળ કૂવાનું નિર્માણ કરતી વખતે માટી ધસી પડતા બે શ્રમિકો દટાયા હોવાની હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને શ્રમિકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. ત્યારબાદ બંને શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ખાળ કૂવાનું કામ કરતાં બે શ્રમિકો માટી નીચે દટાયા
નવસારીના ઈટાળવામાં એક બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખાળ કૂવા તૈયાર કરતી વખતે અચાનક ભેખડ ધસી પડી હતી. જેમાં ખાળ કૂવાનું કામ કરી રહેલા બે શ્રમિકો માટી નીચે દટાયા હતા. દુર્ઘટના સર્જાતા અફરા-તફરી મચી હતી.
સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ દ્વારા માટી નીચે દટાયેલા બંને શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં શ્રમિકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી.