Get The App

ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજાર પુરુષની આત્મહત્યા, દુઃખી પતિઓની આજે અમદાવાદમાં રેલી

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજાર પુરુષની આત્મહત્યા, દુઃખી પતિઓની આજે અમદાવાદમાં રેલી 1 - image


international men's day 2024 : ગુજરાતમાં પાંચ વર્ષમાં બે હજારથી વઘુ પુરુષે લગ્ન-કારકિર્દીની સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પુરુષ એટલે કઠણ કાળજાનો અને જાહેરમાં રડે કે ઢીલો પડે તે ચલાવી લેવાય જ નહીં તેવી સૈકાઓ પુરાણી વિચારધારા આજે પણ અમલમાં છે. પરંતુ હકીકત એ છે કે પુરુષ ભલે લાગણી વ્યક્ત કરી શકતો ના હોય પરંતુ તે પણ માનસિક રીતે ભાંગી પડતો હોય છે. 

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે 1062 પુરુષ અને 700 મહિલાએ આત્મહત્યા કરી છે. જેમાં 225 પુરુષ અને 142 મહિલાનો સમાવેશ થાય છે. વર્ષ 2022માં 66 પુરુષે લગ્ન નહીં થવા, 50 પુરુષે લગ્નેતર સંબંધને કારણે, 61 પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી હતી.

આ સિવાય 1475 પુરુષોએ પારિવારિક સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે પણ પુરુષોમાં આત્મહત્યાનું પ્રમાણ વઘ્યું છે. કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 2018માં 106 હતું અને તે 2022માં વધીને 329 થયું છે. 

નોકરી નહીં મળવી, ધંધા-રોજગારમાં સમસ્યા તેના માટે વિવિધ જવાબદાર પરિબળ છે. પાંચ વર્ષના આ સમયગાળામાં 70 મહિલાઓએ કારકિર્દીને કારણે આત્મહત્યા કરી છે. પ્રેમપ્રકરણને કારણે 2022માં 390 પુરુષ અને 253 મહિલાઓએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. 

મનોચિકિત્સકોના મતે પુરુષો પણ સંવેદનશીલ હોય જ છે. ફરક માત્ર એ છે કે તેઓ ખુલીને ખૂબ જ ઓછા વ્યક્ત થાય છે. પ્રત્યેક પુરુષે પણ પોતાના ખાસ મિત્ર-ઘરના સદસ્યો સમક્ષ પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરતાં રહેવું જોઈએ. આત્મહત્યા કરવી તે કોઈ વિકલ્પ તો નથી જ પણ લાગણી વ્યક્ત કરવાથી તો ચોક્કસ કોઈને કોઈ રસ્તો મળી રહેશે. 

દુઃખી પતિઓની આજે અમદાવાદમાં રેલી

‘અખિલ ભારતીય પત્ની અત્યાર વિરોધી સંઘ’ દ્વારા આવતીકાલે અમદાવાદમાં દુઃખી પતિઓ તેમજ અન્ય પુરુષોની રેલી યોજાશે. સવારે 11થી 12 દરમિયાન સુભાષ બ્રિજ સર્કલથી નમસ્તે સર્કલ સુધી યોજાનારી આ રેલીમાં પુરુષો દ્વારા પોસ્ટર, પ્લે કાર્ડ, બેનરો સાથે ભાગ લેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેમ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવાની માગ છે. 

લગ્નની કઈ સમસ્યાને કારણે એક વર્ષમાં આત્મહત્યાના કેસ

કારણપુરુષમહિલા
લગ્ન નહીં થવા6666
લગ્નેતર5036
છૂટાછેડા6133
પારિવારિક1475810
પ્રેમપ્રકરણ390253
(* વર્ષ 2022ના આંકડા.)

કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા

વર્ષપુરુષમહિલા
202232912
202121406
202019413
201911119
201810670
કુલ95470

લગ્નની સમસ્યાને કારણે આત્મહત્યાના કેસ

વર્ષપુરુષમહિલાકુલ
2022225142367
2021251141392
2020225134359
2019179117296
2018182348348
કુલ10627001762



Google NewsGoogle News