Get The App

અમદાવાદમાં હિટ એન્ડ રનની બે ઘટના, બેફામ વાહનોએ 2નો લીધો જીવ

Updated: Mar 24th, 2025


Google News
Google News
અમદાવાદમાં હિટ એન્ડ રનની બે ઘટના, બેફામ વાહનોએ 2નો લીધો જીવ 1 - image
AI Image

Ahmedabad News : રાજ્યમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના પૂર્વ ઝોન વિસ્તારમાં બે અલગ-અલગ હિટ એન્ડ રનની ઘટનામાં સર્જાઈ હતી. અકસ્માતની ઘટનામાં બાપુનગર અને રબારી કોલોની ખાતે રસ્તા પર ચાલીને જતાં બે આધેડના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસે બંને ઘટના મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરમાં અકસ્માતમાં 64 વર્ષીય આધેડનું મોત

અમદાવાદના બાપુનગર અને અમરાઈવાડી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં નિકોલના રહેવાસી નિવૃત્ત વિક્રમસિંહ ઝાલા (ઉં.વ. 64) આજે સોમવારે (24 માર્ચ, 2025) વહેલી સવારે પોતાના નિયમિત સમયે ચાલવા માટે બહાર નીકળ્યા હતા. બાપુનગર ખાતે આવેલા BRTS એપ્રોચ રોડની રેલિંગમાં વિક્રમસિંહ ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે તેમને એક પૂર ઝડપે આવેલાં મોટરસાઇકલ ચાલકે ટક્કર મારી હતી. આ ઘટનામાં વિક્રમસિંહ નીચે પટકાયા હતા, એટલાં નજીકના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઓટો-રિક્ષાની ટક્કરે એકનું મોત

બીજી ઘટનામાં, અમરાઈવાડીના રહેવાસી તેજાજી વાઘેલા પણ 16 માર્ચે મોર્નિંગ વોક પર નીકળ્યા હતા. આ દરમિયાન રબારી કોલોની ચાર રસ્તા પાસે ઓટો-રિક્ષાએ તેમને ટક્કર મારી દીધી હતી. ટક્કરથી વાઘેલા જમીન પર પટકાયા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ રિક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ વાઘેલાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જેમાં સારવાર દરમિયાન વાઘેલાનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: ફરી દાણચોરી! આબુધાબીથી અમદાવાદ આવેલા બે મુસાફરો પાસેથી ઝડપાયું 2.76 કરોડની કિંમતનું સોનું, બંનેની ધરપકડ

બંને અકસ્માતની ઘટનાને લઈને આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુના નોંધીને ફરાર ડ્રાઇવરોને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ગુનેગારોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ઘટનાસ્થળના આસપાસ સહિતના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી હાથ ધરી છે. 

Tags :