Get The App

ફરી દાણચોરી! આબુધાબીથી અમદાવાદ આવેલા બે મુસાફરો પાસેથી ઝડપાયું 2.76 કરોડની કિંમતનું સોનું, બંનેની ધરપકડ

Updated: Mar 24th, 2025


Google News
Google News
ફરી દાણચોરી! આબુધાબીથી અમદાવાદ આવેલા બે મુસાફરો પાસેથી ઝડપાયું 2.76 કરોડની કિંમતનું સોનું, બંનેની ધરપકડ 1 - image


Gold Seized At Ahmedabad Airport: અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું જપ્ત કરાયું છે. અબુધાબીથી આવેલા બે મુસાફરની એર ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા તપાસ કરાતા 2 કરોડ 77 લાખની કિંમતનું અંદાજિત 3 કિલોથી વધુનું ગેરકાયદે સોનું ઝડપાયું છે. મળતી માહિતી અનુસાર, અબુધાબીથી અમદાવાદ આવેલા બે પ્રવાસીની શંકાના આધારે તપાસ કરાઈ હતી. આ દરમિયાન તેમની પાસેથી ત્રણ કિલો સોનું અને બે સોનાની ગળાની ચેઈન મળી આવી હતી. હાલ બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે.

Tags :