વધુ બે પ્લોટનું ઈ-ઓકશન કરાયુ સરખેજના પ્લોટ માટે પ્રતિ ચો.મી.૮૨ હજારની ઓફર મળી
વટવાના પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૩૮ હજારની ઓફર થઈ
અમદાવાદ,મંગળવાર,30 જાન્યુ,2024
અમદાવાદ મ્યુનિ.દ્વારા વધુ બે પ્લોટનું ઈ-ઓકશન કરવામાં
આવ્યુ હતુ.સરખેજ-મકરબાના રહેણાંક હેતુ માટેના પ્લોટ માટે રાખવામાં આવેલી પ્રતિ
ચોરસમીટર તળીયાની કિંમત ૫૦ હજારની સામે રુપિયા ૮૨ હજારની મહત્તમ ઓફર મળી
હતી.વટવાના કોમર્શિયલ હેતુ માટે રાખવામાં આવેલી પ્રતિ ચોરસમીટર તળીયાની કિંમત ૩૫
હજારની સામે રુપિયા ૩૮ હજારની ઓફર થઈ હતી.આ બંને પ્લોટથી અંદાજે રુપિયા ૪૧.૧૨
કરોડની મ્યુનિ.તંત્રને આવક થશે.
ટી.પી.સ્કીમ નંબર-૮૫,સરખેજ,મકરબા-ઓકાફના
ફાયનલ પ્લોટ નંબર-૯૯-૧,૨,૩ રહેણાંક હેતુ
માટેના ૩૭૯૯ ચોરસમીટરના પ્લોટ માટે મહત્તમ ઓફર પ્રતિ ચોરસ મીટર રુપિયા ૮૨ હજાર
આવતા આ પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને
રુપિયા ૩૧.૧૫ કરોડની આવક થશે.ટી.પી.સ્કીમ નંબર-૮૪,વટવાના કોમર્શિયલ હેતુ માટેના ફાયનલ પ્લોટ નંબર-૧૧૯ના ૨૬૨૩ ચોરસમીટરના પ્લોટ
માટે પ્રતિ ચોરસ મીટર રુપિયા ૩૮ હજારની ઓફર થતા મ્યુનિ.ને રુપિયા ૯.૯૭ કરોડની આવક
થશે.આજે વધુ પ્લોટનું ઈ-ઓકશન કરવામાં આવશે.