Get The App

મ્યુનિ.ના વધુ બે પ્લોટની હરાજી કરાઈ મકરબાના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચો.મી.૧.૫૧ લાખની ઓફર

સૈજપુરના કોમર્શિયલ હેતુના પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર ૧.૩૫ લાખની ઓફર

Updated: Jan 31st, 2024


Google NewsGoogle News

     મ્યુનિ.ના વધુ બે પ્લોટની હરાજી કરાઈ મકરબાના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચો.મી.૧.૫૧ લાખની ઓફર 1 - image

  અમદાવાદ,બુધવાર,31 જાન્યુ,2024

અમદાવાદ મ્યુનિ.તંત્રે બુધવારે વધુ બે પ્લોટના વેચાણ માટે હરાજી પ્રક્રીયા કરી હતી.મકરબાના કોમર્શિયલ પ્લોટ માટે પ્રતિ ચોરસમીટર તળીયાની રાખવામાં આવેલી રુપિયા ૧.૫૦ લાખની રકમ સામે રુપિયા ૧.૫૧ લાખ તથા સૈજપુરના કોમર્શિયલ માટે પ્રતિ ચોરસ મીટર તળીયાની રાખવામાં આવેલી રુપિયા ૫૦ હજારની કિંમત સામે રુપિયા ૧.૩૫ લાખની ઓફર મળી હતી.બંને પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને અંદાજે રુપિયા ૧૦૯.૬૫ કરોડની આવક થશે.

ટી.પી.સ્કીમ નંબર-૨૬(મકરબા)ના ફાયનલ પ્લોટ નંબર-૭૦ કોમર્શિયલ હેતુથી વેચાણ માટે મુકવામાં આવેલા ૬૬૫૭ ચોરસમીટર ક્ષેત્રફળના પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને રુપિયા  ૧૦૦.૫૨ કરોડની આવક થશે.સૈજપુરમાં ટી.પી.સ્કીમ નંબર-૪૮ના કોમર્શિયલ હેતુ માટેના ફાયનલ પ્લોટ નંબર-૬૪ના ૬૭૭ ચોરસ મીટરના પ્લોટના વેચાણથી મ્યુનિ.તંત્રને રુપિયા ૯.૧૩ કરોડની આવક થશે.


Google NewsGoogle News