Get The App

ગુજરાતમાં AAPમાં મોટાપાયે ભંગાણ થવાના એંધાણ, વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા

ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું

બોટાદ અને ગારીયાધારના MLA રાજીનામું આપે તેવી ચર્ચા

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં AAPમાં મોટાપાયે ભંગાણ થવાના એંધાણ, વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા 1 - image


Two more MLA from AAP may Resign : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પક્ષને મોટો ઝટકો આપ્યો છે ત્યારે હવે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં AAPના વધુ બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે.

AAPને વધુ બે ઝટકા લાગી શકે

આમ આદમી પાર્ટીમાંથી વિસાવદર બેઠક પરથી ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષ શંકર ચૌધરીએ આ રાજીનામાનો સ્વિકારી કર્યો છે તે સાથે જ ભૂપત ભાયાણીએ AAP સાથે છેડો ફાડ્યો છે અને હવે તે ભાજપમાં જોડાય શકે તેવી ચર્ચા છે ત્યારે આમ આદમીને વધુ બે ઝટકા લાગી શકે છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ AAPના વધુ 2 ધારાસભ્યો રાજીનામુ આપે તેવી શક્યતા જોવા મળી રહી છે.

બોટાદ અને ગારીયાધારના MLA રાજીનામું આપી શકે : સુત્ર

ભૂપત ભાયાણી સિવાય વધુ બે ધારાસભ્યો આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી શકે છે. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારીયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ રાજીનામુ આપે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. હાલ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ચાર ધારાસભ્યો રહ્યા છે જો વધુ બે ધારાસભ્યો રાજીનામું આપશે તો ગુજરાત વિધાનસભામાં AAPના ધારાસભ્યોની સંખ્યા બે રહી જશે.

ગુજરાતમાં AAPમાં મોટાપાયે ભંગાણ થવાના એંધાણ, વધુ બે ધારાસભ્યો રાજીનામું આપે તેવી શક્યતા 2 - image


Google NewsGoogle News