Get The App

અમદાવાદમાં ફરી ખૂની ખેલ ખેલાયો, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બે શખસોએ યુવકનું ઢીમ ઢાળી દીધું

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
Ahmedabad Crime


Ahmedabad Crime: અમદાવાદમાં હત્યા, ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં બે શખસોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે.

આ પણ વાંચો: જામનગર-દ્વારકામાં 5 દિવસથી મેગા ડિમોલિશન, દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણ હટાવાયા


મળતી માહિતી અનુસાર, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ ચાકુના ઘા મારી નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હવાનું સામે આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.

અમદાવાદમાં ફરી ખૂની ખેલ ખેલાયો, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બે શખસોએ યુવકનું ઢીમ ઢાળી દીધું 2 - image


Google NewsGoogle News