બે ડઝન સ્થળે વરસાદી પાણી ભરાયા, નરોડામાં ત્રણ, જોધપુર,મણિનગરમાં અઢી, શહેરમાં સરેરાશ બે ઈંચ વરસાદ
મીઠાખળી અંડરપાસમાં ફરી વખત વરસાદી પાણી ભરાતા બંધ કરવો પડયો હતો,માદલપુર ગરનાળામાં પણ પાણી ભરાયા હતા
અમદાવાદ,શનિવાર,24
ઓગસ્ટ,2024
શનિવારે સવારના ૬ કલાકથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો
હતો. કાળા ડીબાંગ વાદળો સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની શરુઆત થતા બે ડઝન
સ્થળે વરસાદી પાણી ભરાયા હતા.સવારના ૬થી ૯ કલાક દરમિયાન વિઝીબિલીટીમાં પણ ઘટાડો
જોવા મળ્યો હતો. નરોડા વિસ્તારમાં ત્રણ,
જોધપુર અને મણિનગર વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ થવાની સાથે સરેરાશ બે ઈંચ વરસાદ
થયો હતો.મીઠાખળી અંડરપાસમાં આ સીઝનમાં ફરી વખત વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર
માટે બંધ કરી પાણી નિકાલ બાદ ફરી ચાલુ કરવામાં આવ્યો હતો.માદલપુર ગરનાળામાં પણ એક
તરફના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા હતા.સવારના ૬થી સાંજના ૭ કલાક સુધીમાં સરેરાશ
૪૪ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૨૧.૨૦ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.
શનિવારે સવારથી જ શહેરના અનેક વિસ્તારમાં શ્રીકાર વર્ષાની
શરુઆત થઈ હતી. સતત વરસી રહેલા વરસાદને કારણે ગોતા, ચાંદલોડીયા,સોલા
સાયન્સસિટી,વેજલપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા
રસ્તાઓ ઉપરથી નદી વહી રહી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મીઠાખળી અંડરપાસમાં
વરસાદી પાણી ભરાતા સવારે ૧૦.૨૩ કલાકે વાહનવ્યવહાર માટે બંધ કરાયા બાદ ૧૨.૨૬ કલાકે
ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચાંદલોડીયામાં આવેલા સિલ્વર
સ્ટાર વિસ્તારમાં ડ્રેનેજના પાણી બેક મારતા હોવાની ફરિયાદ સામે આવી હતી.ચેનપુરથી
જગતપુર તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલપંપ પાસે ગટરના પાણી બેક મારતા હોવાની ફરિયાદ
મ્યુનિ.તંત્રને મળી હતી.હેલ્મેટ સર્કલ આસપાસ તથા વિજય ચાર રસ્તાથી કોમર્સ કોલેજ
તરફ જવાના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા.આઈ.ઓ.સી.ત્રાગડ રોડ ઉપરાંત લાડલી
પાસે પણ વરસાદી પાણી રોડ ઉપર ફરી વળતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો
હતો.વાસણા બેરેજનું લેવલ ૧૩૨ ફુટ થતા
બેરેજના ગેટ નંબર-૨૫ બે ફુટ,
ગેટ નંબર-૨૮,૨૯ તથા
૩૦ એક ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.સાંજે ૬ કલાકે એનએમસી ઈનફલો ૪૧૨૭ કયુસેક, કેનાલમાં આઉટફલો
૬૨૦ કયુસેક,નદીમાં
૪૪૭૨ કયુસેક આઉટફલો હતો.
વરસાદી પાણી કયાં-કયાં ભરાયા?
-નરોડા
પાટીયાથી ગેલેકસી તરફ જવાના રોડ ઉપર
-અસારવા,ચમનપુરા
-બોડકદેવ,આંબલી ગામ
-કુબેરનગર,ડમરુ સર્કલ
-વેજલપુર-અલઅમીન
દરગાહ પાસે, નંદેશ્વર
મહાદેવ પાસે
-ચકુડીયા
મહાદેવ પાસે, ભાઈપુરા-હાટકેશ્વર
-વિરાટનગર,સોમા ટેકસટાઈલ
-થલતેજ,મધુવન બંગલો પાસે
-નિકોલ,મનોહર વિલા પાસે
-શાહીબાગ,રાણી સતી મંદિર
પાસે
-કુબેરનગર,સિંધી માર્કેટ
-નિકોલ-કઠવાડા
રોડ ઉપર
-ઘાટલોડીયા,અમૃત સ્કૂલ પાસે
-ઓઢવ,નાલંદા એસ્ટેટ
પાસે
-કુબેરનગર, ગાયત્રી સોસાયટી
પાસે
-નારણપુરાથી
પ્રગતિ નગર તરફના રોડ ઉપર
કયાં-કેટલી ફરિયાદ
વૃક્ષ પડવાની ૦૩
પાણી ભરાવાની ૨૪
ભયજનક મકાન ૦૨
કયાં-કેટલો વરસાદ
અમદાવાદમાં શનિવારે સવારના ૬ થી
સાંજના ૭ કલાક સુધીમાં વરસેલા વરસાદની વિગત આ મુજબ છે.
પૂર્વ ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૩૯
ઓઢવ ૫૨
વિરાટનગર ૩૦
નિકોલ ૩૨
કઠવાડા ૨૬
રામોલ ૧૮
પશ્ચિમ ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
પાલડી ૩૦
ઉસ્માનપુરા ૪૯
ચાંદખેડા ૪૧
વાસણા ૨૮
રાણીપ ૪૧
ઉત્તર-પશ્ચિમ ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
બોડકદેવ ૫૩
સાયન્સ સિટી ૫૯
ગોતા ૫૮
ચાંદલોડીયા ૪૨
દક્ષિણ-પશ્ચિમ ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
સરખેજ ૪૩
જોધપુર ૬૭
મકતમપુરા ૩૫
બોપલ ૨૯
મધ્ય ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
દાણાપીઠ ૩૬
દૂધેશ્વર ૪૫
ઉત્તર ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
મેમ્કો ૫૧
નરોડા ૭૨
કોતરપુર ૩૬
દક્ષિણ ઝોન
વિસ્તાર વરસાદ(મિ.મી.)
મણિનગર ૬૩
વટવા ૪૧
સીટી એવરેજ ૪૪
મોસમનો વરસાદ ૨૧.૨૦
ઈંચ