દિલ્હીની બે ફ્લાઈટ કેન્સલ : અમદાવાદની 18 ફ્લાઈટમાં 1 થી 4 કલાક સુધીનો વિલંબ
Two Delhi flights cancelled : ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને સાંકળતી 18 ફ્લાઇટમાં 1 કલાકથી વધુનો વિલંબ થયો હતો જ્યારે બે ફ્લાઈટ કેન્સલ કરાઇ હતી. રવિવારે જે ફ્લાઇટ કેન્સલ કરાઇ તેમાં એર ઈન્ડિયાની અમદાવાદ-દિલ્હી, ઇન્ડિગોની દિલ્હી-અમદાવાદ ફ્લાઇટનો સમાવેશ થાય છે.
રવિવારે દેહરાદૂન- અમદાવાદની ફ્લાઈટને સૌથી વધુ વિલંબ થયો હતો. ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી જતાં અમદાવાદની કેટલીક ફ્લાઇટને ટેક્ ઓફ્-લેન્ડિંગમાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
કઈ ફ્લાઈટના શેડ્યૂલ વધારે ખોરવાયા ?
એમિરેટ્સ : અમદાવાદ-દુબઈ (1.30 કલાક), દુબઇ-અમદાવાદ (1.40 કલાક).
સ્પાઈસ જેટ : અમદાવાદ- દુબઈ (1 કલાક)
ઈન્ડિગો: અમદાવાદ-મુંબઈ (3 કલાક), અમદાવાદ-હૈદરાબાદ (1.20 કલાક), અમદાવાદ-પૂણે (1 કલાક), અમદાવાદ-રાજકોટ (1.20 કલાક), દિલ્હી-અમદાવાદ (કેન્સલ), દેહરાદૂન-અમદાવાદ (૩.30 કલાક), જેદ્દાહ- અમદાવાદ (1.20 કલાક), હૈદરાબાદ-અમદાવાદ (1.30 કલાક), રાજકોટ- અમદાવાદ (1.20 કલાક).
સ્ટાર એર : અમદાવાદ-ભુજ (2.20 કલાક), અમદાવાદ-નાંદેદ (1.05 કલાક), અમદાવાદ-બેંગાલુરુ (1.20 કલાક), અમદાવાદ-મુંબઈ (1.10 કલાક)
વિસ્તારા: અમદાવાદ-મુંબઈ (1.20 કલાક), અમદાવાદ-નાગપુર (1 કલાક).
એર ઈન્ડિયા : અમદાવાદ-દિલ્હી (કેન્સલ, એઆઈ 836).