Get The App

ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: પતંગના કારણે બે માસૂમના જીવનની દોર કપાઈ

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: પતંગના કારણે બે માસૂમના જીવનની દોર કપાઈ 1 - image
Representative image  

Two Children Die: ઉત્તરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, આ દરમિયાન અકસ્માત અને પતંગની દોરીથી ગળું કપાયાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઉત્તરાયણ પહેલા રાજકોટ અને સુરતથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ધાબા પર પતંગ ચગાવતી વખતે બે માસૂમને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજ્યા હતા. બાળકોના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટમાં 11 વર્ષીય પુષ્પવીરનું મૃત્યુ

મળતી માહિતી અનુસાર, રાજકોટના શાપરમાં રહેતા 11 વર્ષિય પુષ્પવીર શર્મા ધાબા પરથી પતંગ લેવા ચઢ્યો હતો. આ દરમિયાન ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પરથી પતંગ લેવા જતાં વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તે સ્થળ પર જ ભડથું થયો હતો અને ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. મૂળ પશ્ચિમ બંગાળના અલીપુરના રહેવાસી કિશોરનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો: અંબાજીમાં મા અંબાના પ્રાગટ્ય દિને ધામક ઉત્સવ, 32મા વર્ષે પૂનમની ધામધૂમથી ઉજવણી કરાશે


સુરતમાં વીજશોક લાગતાં માસૂમનું મોત

સુરતમાંની સચીન જીઆઇડીસીમાં પતંગ ચગાવતા બાળકનું વીજશોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ક્રિષ્ના નગરમાં રહેતા 13 વર્ષીય પ્રિન્સ ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી અડી જતાં ધડાકો થયો હતો. જેમાં બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે, સારવાર દરમિયાન તેમું મૃત્યુ નિપજ્યું હતું. 13 વર્ષીય દિકરાના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ આ મામલે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથી ધરી છે. 

ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: પતંગના કારણે બે માસૂમના જીવનની દોર કપાઈ 2 - image


Google NewsGoogle News