અમદાવાદમાં બંધ દુકાનોના શટર તોડી ચોરી કરતાં બે આરોપીઓ ઝબ્બે, ક્રાઈમ બ્રાંચે લેપટોપ અને LCD ટીવી કબજે કર્યું

બંને આરોપીઓને શેહર કોટડા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને વધુ તપાસ હાથ ધરાઈ

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં બંધ દુકાનોના શટર તોડી ચોરી કરતાં બે આરોપીઓ ઝબ્બે, ક્રાઈમ બ્રાંચે લેપટોપ અને LCD ટીવી કબજે કર્યું 1 - image



અમદાવાદઃ શહેર પોલીસ કમિશ્નરે તાજેતરમાં જ ક્રાઈમ કોન્ફરન્સમાં નિવેદન આપ્યું હતું કે, શહેરમાં ચોરી અને સાયબર ક્રાઈમના ગુનાઓ વધ્યાં છે. (Crime branch)આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે પોલીસને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે શહેરમાં ઘરફોડ અને દુકાનોમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. સવારે રેકી કરીને રાત્રે ચોરીઓ કરતી ગેંગને પકડવા માટે પોલીસ પણ પ્રયત્નો કરી રહી છે. (Burglary) ત્યારે શહેરમાં બંધ દુકાનના શટરો તોડીને ચોરી કરતા બે આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે. તેમની પાસેથી લેપટોપ અને એલસીડી ટીવી કબજે કરવામાં આવ્યું છે. 

લેપટોપ, એલસીડી ટીવી અને મોટરસાયકલ જપ્ત કર્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં બંધ દુકાનોના શટર તોડીને ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ ગઈ હતી.(police) આ ગેંગને પકડવા માટે ક્રાઈમ બ્રાંચને સૂચના આપવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને મળેલી ખાનગી બાતમી પ્રમાણે ઘરફોડ ચોરી કરતાં આરોપી ભાવિન પરમાર અને ક્રિષ્ણાકુમાર શર્માને ગોમતીપુર સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસેથી ઝડપી લીધા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી એક લેપટોપ, એલસીડી ટીવી અને મોટરસાયકલ જપ્ત કર્યું હતું. 

શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલી નાંખ્યો

આ બંને આરોપીઓએ ભેગા મળીને આજથી દસેક દિવસ પહેલાં સરસપુર સિટી પ્લસ સિનેમાની બાજુમાં આવેલ હેરસલુનની દુકાનમાંથી રાત્રિના સમયે ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પકડીને શહેરકોટડા પોલીસ સ્ટેશનનો ગુનો ઉકેલી નાંખ્યો છે. આ સિવાય આરોપી ભાવિન પરમાર સામે અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં લૂંટ અને મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી ક્રિષ્ણાકુમાર સામે રામોલ પોલીસ સ્ટેશનમાં લેપટોપ ચોરીનો ગુનો નોંધાયેલો છે. બંને આરોપીઓને હાલ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 



Google NewsGoogle News