Get The App

માંગરોળ દુષ્કર્મ કેસ : નરાધમોને ભાગતા જોઈને સુરત પોલીસે કર્યું ફાયરિંગ, બેની ધરપકડ, એક ફરાર

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
માંગરોળ દુષ્કર્મ કેસ : નરાધમોને ભાગતા જોઈને સુરત પોલીસે કર્યું ફાયરિંગ, બેની ધરપકડ, એક ફરાર 1 - image


Borasara Rape Case : ગુજરાતમાં શક્તિના પર્વની ઉજવણી થઇ રહી છે તો બીજી તરફ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળી રહી છે. વડોદરાના ભાયલી બાદ મંગળવારે મોડી રાત્રે સુરતના મોટા બોરસરાંમાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. સુરતના માંગરોળમાં દુષ્કર્મના ત્રણ આરોપીઓ ફરાર હતા. જેમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે. આ આરોપીઓને ભાગતા જોઈને પોલીસે ફાયરિંગ કર્યું હતું.

આરોપીઓ ભાગવા જતાં પોલીસે કર્યું ફાયરિંગ

માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો છે, જેને પકડવા કામગીરી ચાલુ છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તરપ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. જ્યારે અન્ય એક ફરાર આરોપી ઉત્તરપ્રદેશનો છે.

પકડાયેલા આરોપીઓ નામ

પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જેના નામ મુન્ના ઉર્ફે કરબલી પાસવાન (ઉં-40) અને શિવશંકર ઉર્ફ દયાશંકર ચોરસીયા (ઉં-45) છે. 

આ પણ વાંચો : ભાયલી પાસે ગેંગરેપની ઘટનાના પાંચેય નરાધમોને સ્થળ પર લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કરાયું

શું હતી સમગ્ર ઘટના?

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે 8 ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ બે આરોપીને દબોચી લેવાયા છે, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો છે. ત્યારે પકડાયેલા બન્ને આરોપીઓની પૂછપરછમાં ત્રીજા આરોપીની પણ ખુલાસો થશે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે. 

આ પણ વાંચો : ગુજરાતમાં 15 જ દિવસમાં દસ દુષ્કર્મ, મહિલાઓ માટે દેશભરમાં સૌથી સુરક્ષિત રાજ્ય હોવાના દાવા પોકળ

પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાયું

મોડી રાતથી જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પીડિતાના મેડિકલ ચેકઅપની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઘટનામાં સગીર તેમજ તેના મિત્રને કોઇ ગંભીર ઇજાઓ પહોંચી નથી. બે-ત્રણ તમાચા માર્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે ખૂબ ગંભીર છે. જલદીથી જલદી ગુનો ઉકેલાય અને ગુનેગારોને સજા મળે તે માટે કાર્યવાહી કરી રહી છે. 

Surat

Google NewsGoogle News