સુરતમાં આકાશમાંથી આફત વરસી કમોસમી વરસાદના કારણે લોકોને મુશ્કેલી
- ભારે પવન સાથે વરસાદ વરસ્યો અનેક જગ્યાએ વૃક્ષ પડ્યા,લોકોમાં ભારે ગભરાટ
- સુરત ઓલપાડ રોડ પર વૃક્ષો સાથે હોર્ડિગ્સ પણ ઉડ્યા, વિઝીબીલીટી ન હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી
સુરત, તા. 26 નવેમ્બર 2023, રવિવાર
હવામાન ખાતાની આગાહી મુજબ સુરત અને ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં આકાશ માંથી આફત વરસી કમોસમી વરસાદના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. સુરત ઓલપાડ રોડ પર વૃક્ષો સાથે હોર્ડિગ્સ પણ ઉડ્યા તેની સાથે વિઝીબીલીટી ન હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
સુરતમાં આજે વહેલી સવારથી જ શિયાળાના બદલે ચોમાસાનો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. જેના કારણે વાતાવરણમાં વિઝીબીલીટી અનેક જગ્યાએ ઝીરો જેવી થઈ ગઈ હતી. જેના કારણે દિવસ દરમિયાન વાહન ચાલકોએ લાઈટ ચાલુ કરીને વાહનો દોડાવવા પડ્યા હતા.
સુરતમાં આકાશમાંથી આફત વરસી કમોસમી વરસાદના કારણે લોકોને મુશ્કેલી#Gujarat #Surat #UnseasonalRainsInSurat pic.twitter.com/0eGfNpD8Uh
— Gujarat Samachar (@gujratsamachar) November 26, 2023
સુરતના ભાઠા ગામ માં એક મોટું વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું. અચાનક પવન સાથે વૃક્ષ તૂટી પડતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. પાલિકાની ટીમ ભાઠા ગામ પર પહોંચી ગઈ હતી તેની સાથે નિરીક્ષણ માટે મેયર, સ્થાયી અધ્યક્ષ સાથે કેટલાક નગર સેવકો પણ પહોંચી ગયા હતા.
આ ઉપરાંત સુરત ઓલપાડ રોડ પર સરોલીથી તળાદ વચ્ચે રોડ પર અનેક જગ્યાએ વૃક્ષ તૂટી પડ્યા હતા. આ ઉપરાંત આ રોડ પર અનેક જગ્યાએ હોર્ડિગ્સ તૂટી પડ્યા હતા. હતા. વિઝીબીલીટી ઝીરો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.