ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત, ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત
Road Accident Dhrangadhra highway: ગુજરાતના હાઇવે માર્ગો રક્તરંજિત બન્યા છે. દિવસે ને દિવસે અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ધ્રાંગધ્રાના ચુલી તારંગા ધામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રા હાઇવે પર અવાર-નવાર છાશવારે અકસ્માતોની ઘટના સર્જાતી ઓય છે. ગત બે દિવસમાં પાંચ જેટલા અકસ્માતો સર્જાર્યા છે. ત્યારે આજે ધ્રાંગધ્રાના ચુલી તારંગા ધામ નજીક ટ્રક, આઇસર અને ટેન્કર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો
અકસ્માતની ઘટનાને લીધે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ સહિત 108 એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહી તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.