મચ્છરજન્ય રોગનું સંક્રમણ અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૦૦, ટાઈફોઈડના ૧૭૮ કેસ નોંધાયા
પાણીના લેવાયેલા સેમ્પલ પૈકી ૧૩૬માં કલોરીન રીપોર્ટ નીલ, ૧૧ અનફીટ
અમદાવાદ,મંગળવાર,17 ઓકટોબર,2023
અમદાવાદમાં મચ્છરજન્ય રોગનું સંક્રમણ યથાવત રહયુ છે.ડેન્ગ્યૂના
૨૦૦ ઉપરાંત ટાઈફોઈડના ૧૭૮ કેસ નોંધાયા છે.પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી ૧૩૬
સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે.જયારે ૧૧ સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.
શહેરમાં સાદા મેલેરિયાના ૨૪, ઝેરી મેલેરિયાના ૪ તથા ચિકનગુનિયાના પાંચ કેસ નોંધાયા છે.ઝાડા ઉલટીના ૧૬૬, કમળાના ૬૫ તથા
કોલેરાના ૭ કેસ નોંધાયા છે.ઓકટોબરમાં રામોલ-હાથીજણ ઉપરાંત વટવા તથા લાંભા વોર્ડમાં
કોલેરાના કેસ નોંધાયા છે.મધ્યઝોનમાં ૮,
પૂર્વઝોનમાં ૧૫, ઉત્તરઝોનમાં
૨૦ ઉપરાંત દક્ષિણ ઝોનમાં ૨૪,
પશ્ચિમ ઝોનમાં ૧૫ તેમજ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૦ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૯ મળી
કુલ ૧૦૧ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર મ્યુનિ.તંત્ર દ્વારા કાર્યરત કરાયા છે.અર્બન
હેલ્થ સેન્ટર ઉપરાંત સામૂહીક આરોગ્ય કેન્દ્ર,
મેટરનીટી હોમ, ચેપીરોગ
હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી.માં ઈલેકટ્રોનિક ટોકન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.