Get The App

ગુજરાતમાં 78 ડિસ્ટ્રિક્ટ જજ સહિત 222 જજની બદલી, 20મી મેથી પોતાનો નવો ચાર્જ સંભાળશે

Updated: May 10th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 78 ડિસ્ટ્રિક્ટ જજ સહિત 222 જજની બદલી, 20મી મેથી પોતાનો નવો ચાર્જ સંભાળશે 1 - image


Transfers Of Judges In Gujarat: ગુજરાતની 25 લોકસભા બેઠક પર ત્રીજા તબક્કાનું (સાતમી મે) મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં 78 ડિસ્ટ્રિક જજ, 56 સિવિલ જજ અને 88 એડીશનલ સિનિયર સિવિલ જજની બદલીના આદેશ કર્યા છે. આ તમામ જજ 20મી મેથી પોતાનો નવો ચાર્જ સંભાળશે.

56 સિવિલ જજની આંતર જિલ્લા અને કોર્ટમાં બદલી કરાઈ

ગુજરાત હાઇકોર્ટે રાજ્યની અદાલતોમાં 56 સિવિલ જજની આંતર જિલ્લા અને કોર્ટમાં બદલી કરાઈ છે. જ્યારે એક જ કોર્ટની અંદર હોય તેવી 47 જેટલી આંતરિક બદલીઓ કરાઈ છે. જેમાં અમદાવાદમાં 4, અમરેલીમાં 2, અરવલ્લીમાં 1, દાહોદમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગરમાં 1, ગીર સોમનાથમાં 2, જુનાગઢમાં 9, ખેડામાં 2, મહેસાણામાં 8, પંચમહાલમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 9 અને વલસાડમાં 1 નો સમાવેશ થાય છે. આ ઉપરાંત એડીશનલ નિયર સિવિલ જજમાં 88 જજની બદલી એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરાઈ છે.

78 ડિસ્ટ્રિક્ટ જ્યુડિશિયલ ઓફિસરોની એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં અથવા જિલ્લામાં બદલીઓ કરવામાં આવી છે. જ્યારે એક જ કોર્ટમાં હોય તેવી 34 આંતરિક બદલીઓમાં અમદાવાદમાં 01, અમરેલીમાં 01, આણંદમાં 01, બનાસકાંઠામાં 05, ભરૂચમાં 01, જૂનાગઢમાં 04, ભાવનગરમાં 01, કચ્છમાં 04, ખેડામાં 01, મહેસાણામાં 01, પાટણમાં 02, પોરબંદરમાં 01, રાજકોટમાં 06, સાબરકાંઠામાં01 અને સુરતમાં 03નો સમાવેશ થાય છે.



Google NewsGoogle News