મેડીકલડીગ્રી વગર દર્દીઓની સારવાર કરતો નકલી ડૉક્ટર પકડાયો
દાણીલીમડામાં બોર્ડ વિનાનું દવાખાનું દિવાલ ઉપર ડોક્ટરના નામ વગરના સર્ટી લટકાવેલા
દર્દીઓને બાટલા પણ ચઢાવતા, દવાના જથ્થા સાથે૧૯.૫૦ લાખનો મુદ્દામાલ કબજે
અમદાવાદ, શુક્રવાર
દાણીલીમડામાં બેરલ માર્કેટમાં ડોકટરની કાઇપણ પ્રકારની ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટરને પોલીસ પકડી પાડયોે હતો ડીસીપી ઝોન-૬ એલસીબીએ દરોડા પાડીને ડીગ્રી વગરના ડોક્ટર બનીને હોસ્પિટલ ચલાવનાર પિતાની ધરપકડ કરી હતી જો કે પુત્ર ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલમાંથી દવાના જથ્થા સહિત કુલ ૧૯.૫૦ લાખનો મેડીકલનો સામાન જપ્ત કરીને બોગસ હોસ્પિટલને સીલ મારીને ફરાર આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દર્દીઓને બાટલા પણ ચઢાવતા, દવાના જથ્થા સાથે૧૯.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી દાણીલીમડા પોલીસે નકલી પિતા પુત્ર ડોક્ટર સામે ગુનો નોંધ્યો
ડીસીપી ઝોન-૬ એલસીબીએ ચોક્કસ બાતમી આધારે દાણીલીમડાના બેરલ માર્કેટમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી બોગસ હોસ્પિટલ દરોડા પાડવામાં આવ્યા હતા. બોગસ ડોક્ટર બની બેઠેલા અને જમાલપુર રાયખડમાં સોદાગરની પોળમાં રહેતા પિતા અને તેમના પુત્ર સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે આરોપીઓ ખોટા સર્ટી. દિવાલ પર લટકાવીને મેડીકલની પ્રેક્ટીસ કરતા હતા. ઝોન-૬ એલસીબી સ્કવોડે મેડીકલના સાધનો અને દવાના જથ્થા સહીત કુલ રૃા.૧૯.૫૦ લાખનો મેડીકલનો સામાન જપ્ત કરીને હોસ્પિટલને સીલ માર્યું હતું
જ્યારે બનાવટી ડોક્ટર પિતાની ધરપકડ કરી હતી અને પુત્ર સમીરને જાણ થતા તે ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. આરોપીને અંગ્રેજી આવડતું હોવાથી હોસ્પિટલમાં આવનારા દાર્દીના રોગને જાણીને તેના મુજબની એલોપેથીક દવા આપતો હતો.