આજે હવનાષ્ટમી : શનિવારે નોમ-વિજયા દશમી એકસાથે, 16 ઑક્ટોબરે શરદ પૂર્ણિમા ઉજવાશે
Vijayadashami 2024: ભક્તિ-શક્તિ-આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિમાં આજે હવનાષ્ટમી છે. આ નિમિત્તે અનેક માઈ મંદિરોમાં આવતીકાલે હવનનું આયોજન કરાયું છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે હવનનો પ્રારંભ થયો છે અને સાંજે પૂર્ણાહૂતિ કરાશે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી, નવાપુરા બહુચરાજી સહિતના મંદિરોમાં પણ આજે હવન થશે.
ભદ્રકાળી મંદિરના દ્વાર શુક્રવારે 6 વાગે ખુલશે. શનિવારે સવારે પાંચ વાગે બંધ થશે. આમ, ભક્તો 23 કલાક સુધી સતત દર્શન કરી શકશે. આવતીકાલે રાતે 12 વાગે હવનનો પ્રારંભ થશે અને સવારે 4 વાગે પુર્ણાહૂતિ થશે. બપોરે વિશેષ ભોગનું પણ આયોજન કરાયું છે.
જ્યોતિષીઓના મતે શનિવારે સવારે 10:59 સુધી નોમ અને સવારે 11થી દશેરા છે. દશેરાએ બપોરે 12:39થી સાંજે 4:20 સુધી વિવિધ મુહૂર્ત છે. 12 ઑક્ટોબરના સવારે 8:05થી 9:35 દરમિયાન પૂજા વિધાનના માર્ગદર્શન અનુસાર ઘટ સ્થાપન કરી શકાશે.