ગુજરાત યુનિવર્સિટીનું આજે 72મું કોન્વોકેશન : ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખર ઉપસ્થિત રહેશે
અમદાવાદ,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
ગુજરાત યુનિ.નો આવતીકાલે 72મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાનાર છે.જેમાં આ વર્ષે 51 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે.આ વર્ષે કોન્વોકેશનમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખર ઉપસ્થિત રહેશે.
51622 વિદ્યાર્થીને પદવી એનાયત થશે અને 157 વિદ્યાર્થીને 279 ગોલ્ડ મેડલ અપાશે
ગુજરાત યુનિ.દ્વારા પ્રથમવાર નવા તૈયાર થયેલા અટલ કલામ બિલ્ડીંગ ખાતે કોન્વોકેશન યોજાશે. બપોરે 12 વાગ્યાથી દીક્ષાંત સમારોહ શરૂ થશે.જેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે ભારતના વાઈસ પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહેશે. આ વર્ષે કોમર્સમાં 27835, આર્ટસમાં 10295, સાયન્સમાં 5718, એન્જિ.માં 7, લૉમાં 2641, મેડિકલમાં 1722, ડેન્ટલમાં 281, એજ્યુકેશન ફેક્લટીમાં 3123 અને ફાર્મસી ફેક્લટીમાં એક વિદ્યાર્થી સહિત કુલ 51622 વિદ્યાર્થીને પદવી એનાયત થશે. આ વર્ષે ગોલ્ડ મેડલની સંખ્યા ઘટી છે.ગત વર્ષે જયાં 167 વિદ્યાર્થીને 302 ગોલ્ડ મેડલ અપાયા હતા ત્યારે આ વર્ષે 157 વિદ્યાર્થીને 279 ગોલ્ડ મેડલ અપાશે અને 66 પારિતોષિકો આપવામા આવશે.