Get The App

ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અમદાવાદના ૨૫ હેવી ટ્રાફિક જંકશનનો CRRI દ્વારા સર્વે કરાશે

ટ્રાફિક જંકશનનો સર્વે કરાવવા મ્યુનિ.૬૪ લાખથી વધુનો ખર્ચ કરશે

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News

     ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે  અમદાવાદના ૨૫ હેવી ટ્રાફિક જંકશનનો CRRI  દ્વારા સર્વે કરાશે 1 - image

  અમદાવાદ,ગુરુવાર,23 જાન્યુ,2025

અમદાવાદમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીયુટ પાસેથી ટ્રાફિક વોલ્યુમ અંગે સર્વે કરાવવા મ્યુનિસિપલ કોર્પોરેશન રૃપિયા ૬૪.૯૦ લાખનો ખર્ચ કરશે.સરદાર પટેલ રીંગ રોડ ઉપરાંત એસ.જી.હાઈવે સહીત હેવી ટ્રાફિક ધરાવતા જંકશનનો સર્વે કરી સી.આર.આર.આઈ.રીપોર્ટ આપશે.આગામી દસ વર્ષના શહેરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સર્વે કરવામાં આવશે.આજે મળનારી રોડ કમિટી સમક્ષ આ અંગે દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે.

અમદાવાદમાં એક દાયકા અગાઉ સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટિયુટ દ્વારા ટ્રાફિક અંગે સર્વે કરવામાં આવ્યો હતો. દસ વર્ષના સમયમાં શહેરના વધેલા વ્યાપ અને વિસ્તારને ધ્યાનમાં લઈ રોડ કમિટી સમક્ષ શહેરના ૨૫ ટ્રાફિક જંકશનનો સર્વે કરાવવા સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટિયુટ પાસેથી કરાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.શહેરના જોધપુર ઉપરાંત આઈ.ઓ.સી.રોડ, આઈ.આઈ.એમ.રોડ, શ્યામલ જંકશન, એસ.પી.રીંગ રોડ,ઓઢવ જંકશન તથા શ્યામલ ક્રોસ રોડ સહીતના અન્ય ટ્રાફિક જંકશન સર્વેમાં આવરી લેવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ,ઘૂમા,કઠવાડા સહીતના વિસ્તાર ચાર વર્ષ અગાઉ સમાવવામાં આવ્યા પછી અમદાવાદમાં શહેર બહારથી આવતા વાહનોની સંખ્યા પણ વધી રહી છે.

રોડ ઉપરાંત એરીયલ,ડ્રોન સર્વે ટ્રાફિકને લઈ કરાશે

સેન્ટ્રલ રોડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ દ્વારા શહેરમાં આવેલા ૨૫ હેવી ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિક વોલ્યુમને લઈ કરવામાં આવનારા સર્વે ઉપરાંત એરીયલ તથા ડ્રોન સર્વે પણ કરવામાં આવશે.દરેક ટ્રાફિક જંકશન ઉપર સરેરાશ ૧૬ કલાકના ટ્રાફિક વોલ્યુમની મુવમેન્ટ અંગેનો ડેટા સર્વે દરમિયાન એકત્ર કરવામાં આવશે.પીક અને ઓફ પીક અવર્સમાં ટ્રાફિક જંકશન ઉપરની વાહનોની અવરજવરની બાબતને પણ સર્વેમાં અગ્રીમતા આપવામાં આવશે.


Google NewsGoogle News