પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા અમદાવાદમાં ઘર દીઠ બે કાપડની થેલી આપવા ૧૧ કરોડ ખર્ચ કરાશે
કોટન-પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા ૩૫થી ૩૭ની રકમથી ખરીદ કરાશે
અમદાવાદ,સોમવાર,3 ફેબ્રુ,2025
અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે
કાપડની થેલી રુપિયા ૧૧.૮૧ કરોડના ખર્ચથી ખરીદીને આપવા મટીરીયલ મેનેજમેન્ટ કમિટીમાં
દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.કોટન અને પોલીએસ્ટરની પ્રતિ થેલી રુપિયા ૩૫થી ૩૭ની
રકમથી ખરીદવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા ૩૧ ડિસેમ્બર-૨૦૨૨થી ૧૨૦ માઈક્રોનથી
ઓછી જાડાઈના પ્લાસ્ટિકની થેલીઆ સહીત સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ
મુકવામાં આવ્યો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા અમદાવાદમાં સોળ લાખ
મિલકતના હીસાબથી ઘર દીઠ બે કાપડની થેલી આપવા
મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સ દ્વારા ટેન્ડર કરવામાં આવ્યુ
હતુ.ટેન્ડરમાં કુલ આઠ બીડર દ્વારા ઓફર કરવામાં આવતા તમામ દ્વારા રજૂ કરવામાં આવેલા
સેમ્પલ અટીરા ટેક્ષ્ટાઈલ ખાતે લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.આ પૈકી
લોએસ્ટ આવેલા ચાર બીડરને કોટન-પોલીએસ્ટરની થેલી આપવા માટે રેટ કોન્ટ્રાકટ પધ્ધતિથી
વર્ક ઓર્ડર આપવા માટે કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ટેન્ડરની શરત મુજબ
થેલીઓની સંખ્યામાં વધારો થશે તો એજન્સીઓ પાસેથી વધારાનો જથ્થો ખરીદ કરવામા આવશે.