Get The App

હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા અમદાવાદના ૧૨ લોકેશન ઉપર ઈ.વી. ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે

ઈલેકટ્રીક વાહનોનો ઉપયોગ વધે એ માટે શહેરમાં વધુ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન બનાવવા તંત્રની કવાયત

Updated: Dec 13th, 2023

GS TEAM


Google News
Google News

      હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા અમદાવાદના ૧૨ લોકેશન ઉપર ઈ.વી. ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે 1 - image 

 અમદાવાદ,મંગળવાર,12 ડીસેમ્બર,2023

અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા તેમજ ઈલેકટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે વિવિધ વિસ્તારના ૧૨ લોકેશન ઉપર ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે.મોટાભાગના સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.આગામી સમયમાં શહેરમાં વધુ સ્થળોએ ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા તંત્રે કવાયત શરુ કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કલીન એર પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં વધતા જતા કાર્બનના પ્રમાણમાં ઘટાડો કરવા અલગ અલગ સ્થળે ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવી રહયા છે.બે વર્ષ અગાઉ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફટબજેટમાં શહેરના કુલ ૩૦૦ લોકેશન ખાતે ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા જાહેરાત કરાઈ હતી.ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રતિ સ્કેવરમીટર એક રુપિયાના દરથી જગ્યા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૨૨-૨૩ના મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાં વર્ષ દરમિયાન આર.ટી.ઓ.માં નોંધાયેલા ઈલેકટ્રીક વાહનોને આજીવન વ્હીકલ ટેકસ ભરવામાંથી સો ટકા મુકિત આપવા અંગેની દરખાસ્ત મંજુર કરાઈ હતી.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના કહેવા મુજબ, ઈલેટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત થવાથી હવાના વધતા પ્રદૂષણમાં ઘટાડો થઈ શકશે.

શહેરમાં ઈલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનની સ્થિતિ

લોકેશન                        સ્થિતિ

સિંધુભવન રોડ          તૈયાર

પ્રહલાદનગર ગાર્ડન    તૈયાર

ઈન્કમટેકસ ફલાયઓવર  તૈયાર

નારોલ ફલાયઓવરબ્રિજ  કામગીરી પૂર્ણતા તરફ

સીટીએમ ફલાયઓવરબ્રિજ      કામગીરી પૂર્ણતા તરફ

હરીદર્શન ક્રોસ રોડ                તૈયાર

કાંકરીયા મલ્ટીલેવલ પાર્કીંગ      તૈયાર

કોટેશ્વર રોડ                     તૈયાર

ન્યૂ સીજી રોડ                    તૈયાર

બાપુનગરફલાયઓવર          તૈયાર

નિકોલ-નરોડા રોડ            તૈયાર

ગોવિંદવાડી સર્કલ        કામગીરી પૂર્ણતા તરફ        

Tags :