૨૨૫ ઈલેકટ્રિક બસ સંચાલિત કરવા AMTS કમિટીમાં કન્સલટન્ટને ૧૪ લાખ રુપિયા ફી ચૂકવવા અંગે દરખાસ્ત
૪૬૨૦ કરોડનું મ્યુનિ.લોનનું દેવું, સત્તાધારી પક્ષ સોમવારે સુધારા સાથે બજેટ રજૂ કરશે
અમદાવાદ,ગુરુવાર,23 જાન્યુ,2025
૪૬૨૦ કરોડનું મ્યુનિસિપલ કોર્પોરેશનની લોનનું દેવું ધરાવતી
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને દેવાના ખાડામાં ધકેલાઈ રહી
છે.એ.એમ.ટી.એસ.કમિટી સમક્ષ મુકવામાં આવેલી દરખાસ્ત મુજબ ૨૨૫ ઈલેકટ્રિક બસ સંચાલિત
કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરી રુપિયા ૧૪ લાખ ચૂકવવામાં આવશે. ટ્રાન્સપોર્ટ
મેનેજરે વર્ષ-૨૦૨૫-૨૬ માટે રજૂ કરેલાં રુપિયા ૬૮૨ કરોડના ડ્રાફટ બજેટને સોમવારે
સત્તાધારી પક્ષ સુધારા સાથે રજૂ કરશે.
૨૭ જાન્યુઆરીને સોમવારે મળનારી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ
કમિટી સમક્ષ એક દરખાસ્ત મંજૂરી માટે મુકવામાં આવી છે.દરખાસ્ત મુજબ, નેટ ઝીરો કલાઈમેટ
રેસિલીએન્ટ સેલ અન્વયે ૨૨૫ સી.એન.જી.યુરો
-૬ બસોને રીપ્લેસ કરી ૨૨૫ ઈલેકટ્રિક બસ સંચાલિત કરવા કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા ઈ-ટેન્ડર કરાયુ
હતુ.પ્રથમ લોએસ્ટ મેસર્સ રેહોરીજન ગ્લોબલ સોલ્યુસન એલએલપીને કન્સલટન્ટ તરીકે
નિમણૂંક આપી રુપિયા ૧૪.૪૯ લાખ ઉપરાંત જી.એસ.ટી.૨૨૫ ઈલેકટ્રિક બસ ગ્રોસ કોસ્ટ
કિલોમીટરથી સંચાલિત કરવા માટે ચૂકવવામાં આવશે.બસ સંચાલન જેવી કામગીરી માટે પણ
કન્સલ્ટન્ટની નિમણૂંક કરી ઉંચી ફી ચૂકવવામા આવી રહી છે.