ગણેશ વિસર્જન-ઈદે મિલાદના દિવસે વડોદરામાં લોખંડી બંદોબસ્ત, જાણો વિસર્જન માટે ક્યાં ક્યાં કરાઈ છે વ્યવસ્થા

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Vadodara Police


Vadodara Police Security On Eid-e-Milad And Ganesh Mahotsav : વડોદરા શહેરમાં આવતીકાલે સોમવારે ઇદે-મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત બંદોબસ્તનું આયોજન કર્યું છે. બંને ધર્મના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. આ ઉપરાંત, સીસીટીવી સહિતના ટેકનિકલ સાધનોથી પણ પોલીસ ચાંપતી નજર રાખશે. રાજ્યના કેટલાક શહેરોમાં ગણેશોત્સવમાં થયેલા પથ્થરમારાની ઘટનાઓને લઈને પોલીસ વધુ સતર્ક બની છે.

આ પણ વાંચો : 49 દિવસમાં જ CM પદ છોડી કેજરીવાલે સૌને ચોંકાવ્યા હતા, વિપક્ષને પણ અનેકવાર ચકરાવે ચઢાવ્યા

આવો હશે વડોદરામાં સુરક્ષા બંદોબસ્ત

ઇદે-મિલાદ અને ગણેશ વિસર્જનના દિવસે બંદોબસ્તનું સીધું મોનિટરિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવશે. જેમાં શહેરમાં હાજર સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, પાંચ નાયબ પોલીસ કમિશનર, 12 મદદનીશ પોલીસ કમિશનર, 57 પી.આઇ, 165 પી.એસ.આઇ, 3,200 પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. 

અન્ય શહેરમાંથી બોલાવાયો પોલીસ ફોર્સ

વડોદરાની સાથે બહારગામથી 4 એસ.પી., 10 ડીવાય.એસ.પી., 35 પી.આઇ., 60 પી.એસ.આઇ., 600 પોલીસ જવાનો, હોમગાર્ડના 2,250 જવાનોને બંદોબસ્ત માટે બોલાવવામાં આવ્યા છે. જ્યારે એસ.આર.પી.ની 6 અને રેપિડ એક્શન ફોર્સની એક કંપની પણ બોલાવવામાં આવી છે.

તહેવાર પહેલા પોલીસે કરી આ કાર્યવાહી

શહેરમાં માથાભારે તત્વોને રાઉન્ડ અપ કરવાની સાથે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકો રાખીને બંને ધર્મના આગેવાનો સાથે મિટિંગ કરીને બંને તહેવારો શાંતિપૂર્ણરીતે ઉજવાય તે માટે આયોજન કર્યું છે.

આ પણ વાંચો : 100,00,00,000 પગાર હતો આ ભારતીયનો, ઈલોન મસ્કે નોકરીથી કાઢી મૂક્યા, હવે કર્યો કમાલ

આ સ્થળો પર કરાઈ ગણેશ વિસર્જનની વ્યવસ્થા

વિસર્જન માટેના મુખ્ય સ્થળોની જો વાત કરીએ તો, ખોડિયાર નગર, લેપ્રેસી ગ્રાઉન્ડ, સરદાર એસ્ટેટ, હરણી-સમા કૃત્રિમ તળાવ, સોમા તળાવ, માંજલપુર સ્મશાન પાસેનો પ્લોટ, ગોત્રી પ્રિયા સિનેમા નજીક, નવલખી કૃત્રિમ તળાવ અને ગોરવા દશામા તળાવ પર વ્યવસ્થા કરાઈ છે.

વડોદરામાં આવતીકાલે સોમવારે ઇદે મિલાદેના દિવસે સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી આશરે 49 જૂલુસો અલગ-અલગ વિસ્તારોમાંથી નીકળશે.


Google NewsGoogle News