અમદાવાદમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ત્રણની કરી ધરપકડ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ત્રણની કરી ધરપકડ 1 - image


Fake Currency Notes In Ahmedabad: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે 500ની નકલી ચલણી નોટો સાથે ત્રણની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 500ના દરની નકલી 1,852 નકલી નોટો મળી આવી હતી.

આ પણ વાંચો:  રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યું સ્વાગત

નકલી નોટો મધ્ય પ્રદેશથી લાવ્યા હોવાનું સામે આવ્યું

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે હાથીજણ સર્કલ નજીક એક શંકાસ્પદ કાર ચેકિંગ કરવામા આવ્યું હતું. આ કારની તપાસ કરતા નકલી ચલણી નોટો મળી આવી. પોલીસે 500ના દરની 9.26 લાખની કિંમતની નકલી નોટો કબજે કરવામાં આવી છે. કારમા સવાર મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ કર્ના નામની શખસની ધરપકડ કરી હતી. આ કેસમાં પણ નકલી નોટો મધ્ય પ્રદેશથી લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. 

અમદાવાદમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ત્રણની કરી ધરપકડ 2 - image


Google NewsGoogle News