અમદાવાદ વાસીઓ માટે ખુશ ખબર, શહેરનાં આ વિસ્તારોમાંથી દોડશે વધુ ત્રણ ડબલ ડેકર બસ
અમદાવાદમાં સાત જેટલી ડબલ ડેકર બસ એપ્રિલ મહિના સુધીમાં દોડાવવાની યોજના
Ahmedabad News: અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ ત્રણ ડબલ ડેકર બસ દોડાવાશે. અગાઉ અમદાવાદ અને ગાંધીનગરના રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી થઈ ચૂકી છે. આમ, હવે શહેરમાં સાત જેટલી ડબલ ડેકર બસ એપ્રિલ મહિના સુધીમાં દોડાવવાનું આયોજન છે. આ બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે.
ત્રણ નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવાશે
આ ત્રણ નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે, જેનાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે. કમિટિમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુઘી રૂટમાં એસીવાળી ડબલડેકર બસ ઉમેરવામાં આવશે. ત્રણેય નવા રુટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલડેકરની સાથે ઈલેક્ટ્રિસિટીથી કામ કરશે.
ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસિયતો
અમદાવાદમાં શરૂ થનારી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસીયતની વાત કરવામાં આવે તો બસમાં USB ચાર્જ, વાઈફાઈ, રિડીગ લાઈટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે. બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી ત્રણ કલાક લાગશે.