કચ્છના સંરક્ષિત રણમાં બંદૂકથી કુંજ પક્ષીનો શિકાર કરનારા ત્રણ ઝડપાયા, પોલીસે જીપ નંબર પરથી શોધ્યું લોકેશન
Demoiselle Cranes Poaching: ગુજરાતના કચ્છના બની વિસ્તારમાં વંગ ગામથી સંરક્ષિત છારીઢંઢના રણમાં કુંજ પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હતો. આ શિકારીઓ પોલીસને જોઈને ત્યાંથી ભાગી ગયા હતાં. જોકે, હવે પોલીસે ભુજની આ શિકારી ટોળકીને પકડી પાડી છે. બુધવારે (26 ફેબ્રુઆરી) મોબાઈલ અને જીપના નંબર પરથી લોકેશન મેળવીને રણ વિસ્તારમાંથી ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે.
બંદુકના ભડાકે પક્ષીઓનો કરતાં શિકાર
મળતી માહિતી મુજબ, નિરોણા પોલીસની ટીમે બાતમી પરથી બની વિસ્તારમાં વંગથી કંજરવેશ છારીઢંઢના રણમાં બંદુકના ભડાકે કુંજ પક્ષીઓનો શિકારી કરતી ટોળકીનો પીછો કયો હતો. જેમાં બોલેરો પીકઅપ જીપ પલ્ટી મારી જતાં પોલીસ પહોંચે તે પૂર્વે શિકારી ટોળકી નાસી ગઈ હતી. પોલીસે જીપમાંથી 25 નંગ મૃત કુંજ પક્ષીઓ 1 હજારની દેશી બંદૂક, ખાલી 24 નંગ કાટીઝ, બે નંગ છરી, એક કુહાડી અને જીપ તેમજ એક મોબાઈલ કબ્જે કર્યો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, કૉલેજમાં બેભાન થઈને ઢળી પડ્યો હતો
ત્રણ આરોપી ઝડપાયા
નિરોણા પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને મોબાઈલના લોકેશન અને જીપના નંબર પરથી તપાસ તેજ કરી હતી. જેમાં રણ વિસ્તારમાંથી અર્શદ કાસમ ગગડા, મોહસીન મામદ ગગડા, ભીલાલ રમજુ ગગડા નામના ભુજના ત્રણ શિકારીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.