Get The App

નામચીન યુસુફ કડીયાના પુત્રની પાસા હેઠળ અટકાયત

મારામારી અને તોડફોડના ગુનામાં સામેલ બે આરોપીઓને પણ પાસા

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
નામચીન યુસુફ કડીયાના પુત્રની પાસા હેઠળ અટકાયત 1 - image

વડોદરા,વાસણા-ભાયલી રોડ પર રહેતા નામચીન યુસુફ શેખ ઉર્ફે કડીયા સામે નોંધાયેલી ફરિયાદમાં તેના પુત્રની પણ ધરપકડ  કરવામાં આવી હતી. પીસીબી  દ્વારા તેની  પાસા  હેઠળ અટકાયત કરવામાં આવી છે. 

  જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં યુસુફ સિદ્દીકભાઇ શેખ ઉર્ફે યુસુફ કડિયા સામે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસની તપાસ  દરમિયાન તેના  પુત્ર  સદ્દામ યુસુફભાઇ શેખ (રહે. અર્થ - ૨૪ ટાવર, વાસણા ભાયલી રોડ) ની  પણ સંડોવણી બહાર આવતા  પોલીસે તેની ધરપકડ કરી હતી.  આ ઉપરાંત સદ્દામ સામે અન્ય  પણ એક ગુનો અકોટા  પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાનો નોંધાયો હતો. પીસીબી પી.આઇ. સી.બી. ટંડેલ  દ્વારા સદ્દામની  પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

જ્યારે મારક હથિયારો વડે મારામારી અને તોડફોડ કરવાના ગુનામાં સામેલ મોહસીન હસનભાઇ રાઠોડ તથા મુબારક હસનભાઇ રાઠોડ ( બંને રહે. લક્ષ્મીનગર સોસાયટી, કેનાલ પાસે, કરોડિયા રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ તથા ભાવનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.


Google NewsGoogle News