મકાન કેન્સલ થયાનો મેસેજ આવતા લાભાર્થીઓનો ઔડા કચેરીએ હોબાળો
જેઓની પાસે પોતાના ડોકયુમેન્ટ છે તેમને ફરીથી તક આપવામા આવશે
અમદાવાદ,સોમવાર,10 ફેબ્રુ,2025
ઔડા દ્વારા સાણંદમાં બનાવવામાં આવી રહેલા ઈ.ડબ્લ્યુ.એસ.આવાસ
યોજનાના લાભાર્થીઓને તેમના મકાન કેન્સલ થયાનો મેસેજ મળતા ઔડા કચેરીએ પહોંચીને
હોબાળો કર્યો હતો.લાભાર્થીઓનો આક્ષેપ હતો કે,તેમને
ડોકયુમેન્ટ વેરીફિકેશન માટે કોઈ મેસેજ મળ્યો નથી.મકાન ફાળવીને અચાનક કેન્સલ કરી
દેવામાં આવ્યુ છે.૭૦૦માંથી ૫૦૦ લાભાર્થીઓના મકાન કેન્સલ કરી દેવામા આવ્યા હોવાનો
લાભાર્થીઓનો આક્ષેપ હતો.દરમિયાન અધિક કલેકટર રીટા પટેલની મળેલી પ્રતિક્રીયા મુજબ,ડોકયુમેન્ટ
વેરીફિકેશન માટે લેટર તથા મેસેજથી લાભાર્થીઓને જાણ કરવામા આવી હતી.૩૦૩ લાભાર્થીઓે
વિગત આપી નથી.૨૪૩ લાભાર્થીઓએ ભાડા કરાર જાહેરાત પછીનો રજૂ કર્યો છે.મકાનની જાહેરાત
પડે એ પહેલાનો ભાડા કરાર હોવો જોઈએ.ઔડા વિસ્તારમાં રહેતા હોવા જોઈએ.૪૬ લાભાર્થીઓ
પોતાના મકાન ધરાવે છે.જેઓની પાસે પોતાના ડોકયુમેન્ટ છે તેમને ફરીથી તક આપવામા
આવશે.