કાલુપુરની કાયાપલટને લઈને ત્રણ વર્ષ બંધ રહેશે આ રસ્તા, વાહન ચાલકો અને બસ મુસાફરો જાણી લો નવો રુટ
Kalupur Railway Station, Ahmedabad: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેના કારણે ઘણી ટ્રેનો તેમજ રેલવે સ્ટેશનની આસપાસના રસ્તા બંધ કરી ડાયવર્ઝનનો આદેશ આપવામાં આવ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશનને અદ્યતન બનાવવા માટેની કામગીરી દરમિયાન શહેરીજનોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે 11 સપ્ટેમ્બરથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર IPS જી. એસ. મલિકે જાહેરાત કરી કે, 'મને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફિકની કોઈ સમસ્યા ઉદ્ભવે નહીં તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરૂ છું.’
કયાં રસ્તા કરાયા બંધ?
11 તારીખથી સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી 200 મીટરનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રસ્તો વાહનની અવર-જવર માટે બંધ કરવામાં આવ્યો છે અને તેથી તેની બીજી બાજુના રન-વે નો ઉપયોગ કરવાનો રહેશે.
વૈકલ્પિક માર્ગો
રેલવે સ્ટેશનની અંદર જવા માટે જૂનો એન્ટ્રી ગેટ મુસાફરો માટે શરૂ રાખવામાં આવ્યો છે. રેલવે સ્ટેશનના મુસાફરોએ બહાર નીકળવા માટે પશ્ચિમ બાજુએ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજનો ઉપયોગ કરી શકશે. મુસાફરોએ મેઇન રોડ પર જવું હોય તો મુખ્ય માર્ગને જોડતો 30 ફૂટ નવો જે રોડ બનાવ્યો છે, તેનો ઉપયોગ કરી શકશે.
સારંગપુર સર્કલથી કાલુપુર રેલવે સ્ટેશન તેમજ કાલુપુર બાજુ જતા લોકો સારંગપુર ટ્રાફિક સર્કલથી સીંધી માર્કેટથી પાંચકુવા થઈને જમણી બાજુ રેલવે સ્ટેશન પહોંચી શકશે. જો કોઈ વ્યક્તિએ કાલુપુર જવું હોય તો તે મોતીમહેલ હોટલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે.
કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરિયા, ગીતા મંદિર જવું હોય તો કાલુપુર રેલવે સ્ટેશનથી જે સિંગલ વન-વે ખુલ્લો રાખવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરી શકશે.
ક્યાં સુધી રહેશે બંધ?
પોલીસ કમિશ્નરના જાહેરનામા અનુસાર, 11 સપ્ટેમ્બર 2024 થી આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જે તારીખ 10 સપ્ટેમ્બર 2027 સુધી બંધ રહેશે. લગભગ 3 વર્ષ સુધી શહેરીજનોને આ ડાયવર્ઝનનું પાલન કરવાનું રહેશે.
કાલુપુરનો રસ્તો બંધ થતાં વાહન ચાલકો સાથે બસમાં મુસાફરી કરનાર લોકો માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યારે બસમાં મુસાફરી કરનાર લોકો માટે ડાયવર્ઝનની વિગત નીચે મુજબ છે.
કાલુપુરથી પસાર થતી કઈ બસને થશે અસર?
હાલના રુટ | હવેથી રુટ | થનાર ફેરફારની વિગત | ||||||||||
રુટ નંબર – 02 (એસ.પી. રીંગ રોડ થી ભાડજ સર્કલ) | (એસ.પી. રીંગ રોડ, ઓઢવ તળાવ ગામ, મોરલીધર સોસાયટી, છોટાલાલ ની ચાલી, વલ્લભનગર, ઓઢવ ફાયર સ્ટેશન, ગ્રીડ સ્ટેશન, સોની ની ચાલી, અજીત મિલ ચાર રસ્તા, સોમા ટેક્ષટાઈલ્સ, નારાયણા હોસ્પિટલ, રખિયાલ ચાર રસ્તા, પટેલ મિલ, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ઘી બજાર, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, ભાવસાર હોસ્ટેલ, અખબારનગર, પ્રગતિનગર, શાસ્ત્રીનગર, જયમંગલ, પારસનગર, પાર્શ્વનાથ, ભુયંગદેવ, સતાધાર ચાર રસ્તા, સોલા બ્રીજ, સાયન્સસીટી એપ્રોચ, શુકન મોલ, હેતાર્થ પાર્ટી પ્લોટ, સાયન્સસીટી, ભાડજ સર્કલ) | રુટ નંબર – 02 (એસ.પી. રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ) | (એસ.પી. રીંગ રોડ, ઓઢવ તળાવ ગામ, મોરલીધર સોસાયટી, છોટાલાલ ની ચાલી, વલ્લભનગર, ઓઢવ ફાયર સ્ટેશન, ગ્રીડ સ્ટેશન, સોની ની ચાલી, અજીત મિલ ચાર રસ્તા, સોમા ટેક્ષટાઈલ્સ, નારાયણા હોસ્પિટલ, રખિયાલ ચાર રસ્તા, પટેલ મિલ, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, એ.એમ.સી. ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિલક બાગ, એમ.જે. લાયબ્રેરી, લો ગાર્ડન, વસુંધરા સોસાયટી, એલ.ડી. એન્જી. કોલેજ, ગુલબાઈ ટેકરા, પાંજરાપોળ ચાર રસ્તા, એલ કોલોની, નેહરુનગર, ઝાંસી ની રાણી, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, ઈસરો, રામદેવનગર, ઈસ્કોન ક્રોસ રોડ) | એસ.પી. રીંગ રોડ થી પટેલ મિલ સુધી આવન-જાવન માટે હયાત રુટ અનુસાર (રુટ નં 02 એસ.પી. રીંગ રોડ થી ઇસ્કોન ક્રોસ રોડ) મારફતે જઈ શકાશે. | · એસ.પી. રીંગ રોડ (ઓઢવ) તરફ થી ભાડજ તરફ જવા માટે સોની ની ચાલી થી રુટ નં 05 અને 0૬ મારફતે નરોડા એસ. ટી. વર્કશોપ ખાતે ઉતરવુ. અને ત્યાંથી રુટ નં 08 નરોડા ગામ – ભાડજ સર્કલ સીધા જઈ શકાશે. | · એસ.પી. રીંગ રોડ તરફ થી ઇસ્કોન ક્રોસ રોડ જવા માટે રુટ નં 02 થી સીધા જઈ શકાશે. | ||||||
રુટ નંબર – 08 (નરોડા ગામ થી ઇસ્કોન ક્રોસ રોડ) | (નરોડા ગામ, બેઠક, નરોડા એસ. ટી. વર્કશોપ કેબિન, સૈજપુર ટાવર, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, મેમ્કો ક્રોસ રોડ, નરોડા ફ્રુટ માર્કેટ, અશોક મિલ, જીનીંગ પ્રેસ, અરવિંદ મિલ, જીસીએસ હોસ્પિટલ, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, એ.એમ.સી. ઓફિસ, રાયખડ ચાર રસ્તા, લોકમાન્ય તિલક બાગ, એમ.જે. લાયબ્રેરી, લો ગાર્ડન, વસુંધરા સોસાયટી, એલ.ડી. એન્જી. કોલેજ, ગુલબાઈ ટેકરા, પાંજરાપોળ ચાર રસ્તા, એલ કોલોની, નેહરુનગર, ઝાંસી ની રાણી, શિવરંજની, જોધપુર ચાર રસ્તા, સ્ટાર બજાર, ઈસરો, રામદેવનગર, ઈસ્કોન ક્રોસ રોડ) | રુટ નંબર – 08 (નરોડા ગામ થી ભાડજ સર્કલ) | (નરોડા ગામ, બેઠક, નરોડા એસ. ટી. વર્કશોપ કેબિન, સૈજપુર ટાવર, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, મેમ્કો ક્રોસ રોડ, નરોડા ફ્રુટ માર્કેટ, અશોક મિલ, જીનીંગ પ્રેસ, અરવિંદ મિલ, જીસીએસ હોસ્પિટલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, ભાવસાર હોસ્ટેલ, અખબારનગર, પ્રગતિનગર, શાસ્ત્રીનગર, જયમંગલ, પારસનગર, પાર્શ્વનાથ, ભુયંગદેવ, સતાધાર ચાર રસ્તા, સોલા બ્રીજ, સાયન્સસીટી એપ્રોચ, શુકન મોલ, હેતાર્થ પાર્ટી પ્લોટ, સાયન્સસીટી, ભાડજ સર્કલ) | · નરોડા ગામ થી જીસીએસ હોસ્પિટલ સુધી આવન – જાવન માટે હયાત રુટ અનુસાર (રુટ નં 08 નરોડા ગામ થી ભાડજ સર્કલ) મારફતે સીધા જઈ શકાશે. | · નરોડા ગામ અને નરોડા એસ.ટી. વર્કશોપ થી વિરાટનગર તરફથી ઇસ્કોન જવા માટે સોની ની ચાલી થી બસ બદલીને જઈ શકાશે. | · સૈજપુર ટાવર થી જીસીએસ હોસ્પિટલ તરફથી ઈસ્કોન જવા માટે ભાવસાર હોસ્ટેલ ઉતરવું અને ત્યાંથી રુટ નં 15 (એરપોર્ટ/આર.ટી.ઓ. સર્કલ થી ઇસ્કોન ક્રોસ રોડ) બસ બદલીને સીધા જઈ શકાશે. | · નરોડા ગામ તરફથી ભાડજ સર્કલ જવા માટે રુટ નં 08 થી સીધા જઈ શકાશે. | |||||
રુટ નંબર – 07 (નારોલ થી ઝુંડાલ સર્કલ) | (નારોલ, કાશીરામ ટેક્ષટાઈલ્સ, બી.આર.ટી.એસ. વર્કશોપ, ચંડોળા લેક, છીપા સોસાયટી, દાણીલીમડા રોડ, વૈકુંઠધામ મંદિર, સ્વામિનારાયણ કોલેજ, મંગલ પાર્ક, ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સારંગપુર દરવાજા, કાલુપુર રેલ્વે સ્ટેશન, કાલુપુર ઘી બજાર, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, રાણિપ, આર.ટી.ઓ. સર્કલ, સાબરમતિ પાવર હાઉસ, રથી એપાર્ટમેન્ટ, સાબરમતિ મ્યુ. સ્નાનાગર, સાબરમતિ પોલીસ સ્ટેશન, મોટેરા ક્રોસ રોડ, વિસત – ગાંધીનગર જંકશન, વિશ્વાકર્મા કોલેજ, ઓ.એન.જી.સી. અવની ભવન, જનતાનગર, શિવશક્તિનગર, ચાંદખેડા ગામ, સારથી બંગ્લોઝ, ડી.સી.આઈ.એસ. (ઝુંડાલ) સર્કલ) | રુટ નંબર – 07 (નારોલ થી સારંગપુર દરવાજા) | (નારોલ, કાશીરામ ટેક્ષટાઈલ્સ, બી.આર.ટી.એસ. વર્કશોપ, ચંડોળા લેક, છીપા સોસાયટી, દાણીલીમડા રોડ, વૈકુંઠધામ મંદિર, સ્વામિનારાયણ કોલેજ, મંગલ પાર્ક, ભુલાભાઈ પાર્ક, ગીતામંદિર, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, સારંગપુર દરવાજા) | રુટ નંબર – 07 (ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબીન) | (સરકારી લીથો પ્રેસ કેબિન, સરકારી લીથો પ્રેસ, હનુમાનપુરા, ગુરુદ્વારા, જુના વાડજ, રામાપીર નો ટેકરો, એન.આર. પટેલ પાર્ક, રાણિપ, આર.ટી.ઓ. સર્કલ, સાબરમતિ પાવર હાઉસ, રથી એપાર્ટમેન્ટ, સાબરમતિ મ્યુ. સ્નાનાગર, સાબરમતિ પોલીસ સ્ટેશન, મોટેરા ક્રોસ રોડ, વિસત – ગાંધીનગર જંકશન, વિશ્વાકર્મા કોલેજ, ઓ.એન.જી.સી. અવની ભવન, જનતાનગર, શિવશક્તિનગર, ચાંદખેડા ગામ, સારથી બંગ્લોઝ, ડી.સી.આઈ.એસ. (ઝુંડાલ) સર્કલ | · નારોલ થી સારંગપુર દરવાજા જવા માટે હયાત રુટ અનુસાર રુટ નં 07 નારોલ થી સારંગપુર દરવાજા મારફતે સીધા જઈ શકાશે. | · નારોલ થી આર.ટી.ઓ. / ઝુંડાલ સર્કલ તરફ જવા માટે રુટ નં 12 મારફતે રાણિપ ઉતરવુ અને ત્યાંથી રુટ નં 07 સરકારી લીથો પ્રેસ થી ઝુંડાલ સર્કલ તરફ જઈ શકાશે. | · ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન જવા માટે હયાત રુટ અનુસાર રુટ નં 07 ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ સીધા જઈ શકાશે. | · ઝુંડાલ સર્કલ થી નારોલ તરફ જવા માટે રુટ નં 07 ઝુંડાલ સર્કલ થી સરકારી લીથો પ્રેસ કેબિન મારફતે રાણિપ ઉતરવુ અને ત્યાંથી રુટ નં 12 આર.ટી.ઓ. સર્કલ થી રબારી કોલોની થી નારોલ તરફ જઈ શકાશે. | |||
રુટ નંબર – 14 (નરોડા ગામ થી સાણંદ સર્કલ) | (નરોડા ગામ, બેઠક, નરોડા એસ. ટી. વર્કશોપ કેબિન, સૈજપુર ટાવર, મ્યુ. ઉત્તર ઝોન ઓફિસ, મેમ્કો ક્રોસ રોડ, નરોડા ફ્રુટ માર્કેટ, અશોક મિલ, જીનીંગ પ્રેસ, અરવિંદ મિલ, જીસીએસ હોસ્પિટલ, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિર, ભુલાભાઈ પાર્ક, મંગલ પાર્ક, સ્વામિનારાયણ કોલેજ, વૈકુંઠધામ મંદિર, દાણીલીમડા ચાર રસ્તા, ખોડિયારનગર, ચંદ્રનગર, અંજલી, વાસણા, પ્રવિણનગર, મક્કતમપુરા વોર્ડ ઓફિસ, જૂહાપુરા રોડ, અંબર ટાવર, સરખેજ સર્કલ, સાણંદ સર્કલ) | રુટ નંબર – 14 (સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા) | (સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિર, ભુલાભાઈ પાર્ક, મંગલ પાર્ક, સ્વામિનારાયણ કોલેજ, વૈકુંઠધામ મંદિર, દાણીલીમડા ચાર રસ્તા, ખોડિયારનગર, ચંદ્રનગર, અંજલી, વાસણા, પ્રવિણનગર, મક્કતમપુરા વોર્ડ ઓફિસ, જૂહાપુરા રોડ, અંબર ટાવર, સરખેજ સર્કલ, સાણંદ સર્કલ) | · સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા જવા માટે હયાત રુટ અનુસાર રુટ નં 14 સાણંદ સર્કલ થી સારંગપુર દરવાજા મારફતે સીધા જઈ શકાશે. | ||||||||
રુટ નંબર – 101 (આર.ટી.ઓ. સરક્યુલર) | (આર.ટી.ઓ. સર્કલ, રાણિપ, એન.આર. પટેલ પાર્ક, રામાપીર નો ટેકરો, જુના વાડજ, ગુરુદ્વારા, હનુમાનપુરા, સરકારી લીથો પ્રેસ, સરકારી લીથો પ્રેસ કેબિન, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, સારંગપુર દરવાજા, કર્ણમુક્તેશ્વર મહાદેવ, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, ગીતામંદિર, ભુલાભાઈ પાર્ક, મંગલ પાર્ક, સ્વામિનારાયણ કોલેજ, વૈકુંઠધામ મંદિર, દાણીલીમડા ચાર રસ્તા, ખોડિયારનગર, ચંદ્રનગર, અંજલી, ધરણીધર દેરાસર, માણેકબાગ, નેહરુનગર, ઝાંસી ની રાણી, શિવરંજની, હિમ્મતલાલ પાર્ક, અંધજન મંડળ, યુનિર્વસીટી, મેમનગર, વાળીનાથ ચોક, સોલા ક્રોસ રોડ, જયમંગલ, શાસ્ત્રીનગર, પ્રગતિનગર, અખબારનગર, ભાવસાર હોસ્ટેલ, રાણિપ, આર.ટી.ઓ. સર્કલ) | રાબેતા મુજબ ચાલુ રહેશે. | (કાલુપુર ઘી બજાર અને કાલુપુર રેલ્વે સ્ટેશન ની કનેક્ટીવીટી મળશે.) | |||||||||
રુટ નંબર – 201 (આર.ટી.ઓ. એન્ટી સરક્યુલર) | બંધ રહેશે | બંધ રહેશે | ||||||||||
રુટ નંબર – 18 (સિવિલ હોસ્પિટલ થી કાલુપુર) | બંધ રહેશે. (સિવિલ હોસ્પિટલ) | બંધ રહેશે. (સિવિલ હોસ્પિટલ આવન – જાવન કરી શકાશે નહિ) |