Get The App

'આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે, ગરીબ-મહિલા-ખેડૂતો પર ફોકસ': નાણામંત્રી કનુ દેસાઈ

નાણાંમંત્રીએ કહ્યું, બજેટમાં ગરીબ, યુવાન, નારીશક્તિ, ખેડૂતોને પ્રાધાન્ય

બજેટમાં દરેક ખાતામાં માટે મહત્તમ જોગવાઈ : નાણામંત્રી

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
'આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે, ગરીબ-મહિલા-ખેડૂતો પર ફોકસ': નાણામંત્રી કનુ દેસાઈ 1 - image


Gujarat Budget : ગઈકાલે નવા સંસદ ભવનમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ થોડીવારમાં જ બજેટ રજૂ કરશે.  આગામી સમયમાં લોકસભાની ચૂંટણી હોવાથી આ વખતનું બજેટ ઐતિહાસિક બને તેવી શક્યતા છે. તે ઉપરાંત આ વર્ષના બજેટમાં ગત વર્ષના બજેટ કરતા 10થી 20 ટકાનો વધારો હોય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં ત્રીજી વખત બજેટ રજૂ કરશે. 

દરેક ખાતામાં માટે મહત્તમ જોગવાઈ : રાજ્યના નાણામંત્રી 

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા છે. વિધાનસભામાં બજેટ રજૂ કરતા પૂર્વે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત 2047નું આહવાન છે ત્યારે ગુજરાત સરકારે રોડ મેપ રજૂ કર્યો છે. ગરીબ, યુવાન, નારીશક્તિ અને અન્નદાતા માટે બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ બજેટ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. આ ઉપરાતં  નાણામંત્રીએ જણાવ્યું હતું કે દરેક ખાતામાં માટે મહત્તમ જોગવાઈ છે.

કોંગ્રેસના નેતાઓએ બજેટ રજૂ થાય તે પહેલા દેખાવ કર્યો

બીજી તરફ બજેટ રજૂ થાય તે પહેલા જ કોંગ્રેસ નેતાઓએ દેખાવ કર્યો છે. કોંગ્રેસના 15 પૈકીના 13 ધારાસભ્યો વિવિધ સ્લોગન લખેલા બનેર પહેરી વિધાનસભા પહોંચીને દેખાવ કર્યો છે. અમિત ચાવડાની આગેવાનીમાં આ દેખાવ કરવામાં આવી રહ્યો છે. મોંઘવારીથી મુક્તિના સ્લોગન સાથે દેખાવ કરવામાં આવ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ  જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને જીગ્નેશ મેવાણી હાજર નથી, તેઓ બંને કામ હોવાથી અગાઉથી રજા લઈને ગયા છે.

'આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે, ગરીબ-મહિલા-ખેડૂતો પર ફોકસ': નાણામંત્રી કનુ દેસાઈ 2 - image


Google NewsGoogle News