Get The App

હજુ પાંચ દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા, જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
હજુ પાંચ દિવસ ગુજરાતને ધમરોળશે મેઘરાજા, જાણો કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ 1 - image

Gujarat Rain And Weather Updates: ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો ચાલો જાણીએ આગામી દિવસોમાં ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ.

5મી સપ્ટેમ્બરની આગાહી 

આવતી કાલે 5મી સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અને ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છના અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડા 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના તમામ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દમણ, દાદરા નગર હવેલીમાં જોવા મળી શકે છે.

5-6મી સપ્ટેમ્બરની આગાહી 

ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6-7મી સપ્ટેમ્બરની આગાહી 

ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને ધમરોળશે મેઘરાજા

7-8મી સપ્ટેમ્બરની આગાહી 

ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, બનાસકાંઠા, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

8-9મી સપ્ટેમ્બરની આગાહી 

વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


Google NewsGoogle News