AMC ફાયર વિભાગના 9 ઓફિસરને ફાઈનલ ટર્મિનેશન નોટિસ અપાશે, જાણો શું છે વિવાદ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
AMC ફાયર વિભાગના 9 ઓફિસરને ફાઈનલ ટર્મિનેશન નોટિસ અપાશે, જાણો શું છે વિવાદ 1 - image


Ahmedabad: અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા 9 ઓફિસરો સામે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજમાં બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવવાનો આરોપ હતો. બે વર્ષથી વધુ સમય તપાસ ચાલ્યા બાદ તમામને ફાઈનલ ટર્મિનેશન નોટિસ આપવા હુકમ કરવામાં આવ્યા છે.

અમદાવાદ ફાયર વિભાગમાં ફરજ બજાવતા 3 ડીવીઝનલ ફાયર ઓફિસર ઉપરાંત 5 સ્ટેશન ઓફિસર તથા એક સબ ઓફિસરને  નોકરીમાંથી કાયમી ધોરણે દુર કરવાના હુકમ અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ કહ્યું હતું કે બંધ કવર મળ્યુ છે. પરંતુ આ તમામને મંગળવારે (30 જુલાઈ) હુકમ આપવામા આવશે. કોના-કોના હુકમ કરવામાં આવ્યા છે એ અંગે તેમણે જવાબ આપવાનુ ટાળી દીધુ હતુ. 

અમદાવાદ ફાયર વિભાગમાં એક સમયે ફરજ બજાવતા ફાયર વિભાગના અધિકારી હાલમાં સુરત ખાતે ફરજ બજાવી રહયા હોવાનુ જાણવા મળે છે. પ્રોબેશન પરિયડ ઉપર હોવા છતાં ફાયર વિભાગના આ અધિકારીઓ ફાયર NOC આપવા માટે મોટી રકમનુ ઉઘરાણુ કરતા હોવાના આક્ષેપ અને ફરિયાદો છેક મ્યુનિસિપલ કમિશનર સુધી થવા પામી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી આપવામા આવેલી શો-કોઝને આ અધિકારીઓ પૈકી કેટલાકે કોર્ટમાં પણ પડકારી હતી.


Google NewsGoogle News